News of Saturday, 20th December 2025
ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે લાકડા ભરેલ વાહનો પકડતાં વન વિભાગ સામે ઉઠયા સવાલ!
ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર ગે.કા.લીલા લાકડા હેરફેર કૌભાડ ઝડપાયું: લાકડા ભરેલી ૧૫ ટ્રક, ચાલક સાથે ૨.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૦: ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા તથા તેમની ટીમે ગત રાત્રે ૧૨:૦૦ થી ૪:૦૦ દરમ્યાન ચોટીલા - રાજકોટ નેશનલ હાઈવે ઉપરથી રાત્રીના ચકાસણી હાથ ધરેલ હતી.
ચકાસણી દરમ્યાન નેશનલ હાઇવે ૪૭ ઉપર તદ્દન ગેરકાયદેસર અને કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર, વાહતુક પાસ વગર, લાકડા કા૫વાની ૫રવાનગી લીઘા વગર લીલા લાકડાની હેરફેર કરતા ૧૫ આઇસર ટ્રક ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
તંત્ર દ્વારા લાકડાની હેરફેર કરતા મળી આવેલ આઇસર તેમજ ટ્રક વાહન જપ્ત કરી સૌરાષ્ટ્ર વળક્ષ છેદન ધારો ૧૯૫૧ હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમામ વાહનો સાથે મુદ્દામાલ મળી કુલ રૂ.૨,૪૦,૦૦,૦૦૦/ (અંકે રૂપિયા બે કરોડ ચાલીસ લાખ પુરા)નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. તેમજ ઝડપાયેલા વાહનોના માલિક અને વાહનચાલક વિરુદ્ધ સૌરાષ્ટ્ર વળક્ષ છેદન ધારો ૧૯૫૧ અંતર્ગત નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગે.કા. લાકડાના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
એક જ રાત્રીની પ્રાત અધિકારીની ટીમની ચકાસણી દરમ્યાન ૧૫ ટ્રકો ગે. કા. લીલા લાકડાની હેરફેર કરતા ઝડપતા ચોટીલા અને જિલ્લાના જવાબદારોનું કેવા પ્રકારનું પેટ્રોલીંગ અને ચેકિંગ થતુ હશે? તે સહિતનાં સવાલો ઉઠ્યાં છે.
ગુજરાતમાં ગે.કા. લીલા લાકડાને કાપી દૂર દૂર સુધી પહોંચાડવાનું મોટૂં કૌભાંડ વેર મિલો અને એજન્ટો દ્વારા ચલાવવામાં આવતું હોવાની ખાનગી વિગતો તંત્રને મળેલ છે. પકડાયેલ ટ્રકો કોના દ્વારા અને કોને કયાં મોકલવામાં આવેલ હતી તે સહિતનાં તમામ પાસાઓની તપાસ હાથ ધરાશે તેવું ખાસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
જપ્ત કરેલ આઇસર/ટ્રકની વિગત
(૧) GJ 6 XX 1254 (૨) GJ 12 W 8677 (૩) GJ 11 Z 3411 (૪) GJ 03 AT 4347 (૫) GJ 02 XX 7607 (૬) GJ 07 TU 2663 (૭) GJ 07 YZ 9840 (૮) GJ 07 TW 2919 (૯) GJ 36 V 0666 (૧૦) GJ 36 B 5508 (૧૧) GJ 07 TU 4341 (૧૨) GJ 06 BT 6111 (૧૩) GJ 13 AT 6961 (૧૪) GJ 03 HJ 4921 (૧૫) GJ 36 V 7128
ઝડપાયેલા વાહનનાં માલિકોની યાદી
(૧) અશ્વીનભાઇ ૫ટેલ રહે. મોરબી (૨) ગોપાલભાઇ વડેજા રહે.ગોંડલ (૩) વેજાભાઇ મેરામણભાઇ રહે.પોરબંદર (૪) દિનેશભાઇ વાઘરોડીયા રહે.નીનામા તાલુકોઃ સાયલા (૫) જેઠાભાઇ બચુભાઇ રબારી રહે.પોરબંદર (૬) જયદી૫સિંહ ૫રમાર રહે.કઠલાલ (૭) યોગેશભાઇ ૫ટેલ રહે.કઠલાલ (૮) રાજુભાઇ ડાભી રહે.ક૫ડવંજ (૯) વિરપાલભાઇ રહે.મોરબી (૧૦) રાજુભાઇ રહે.મોરબી (૧૧) મનોજભાઇ ૫ટેલ રહે.કઠલાલ (૧૨) જયંતીભાઇ ૫રમાર રહે.કઠલાલ (૧૩) હર્ષદભાઇ ઠાકોર રહે.હળવદ (૧૪) હર્ષદભાઇ ઠાકોર રહે.હળવદ (૧૫) હર્ષદભાઇ રબારી રહે.મોરબી.
ઝડપાયેલા આઇસર/ટ્રકના ડ્રાઇવરોની યાદી
(૧) મહેશભાઇ સુરેલા રહે.મોરબી (૨) ગંગારામભાઇ બીલવાલ રહે.દાહોદ (૩) સુમરાભાઇ ખુટી રહે.પોરબંદર (૪) દિનેશભાઇ વાઘરોડીયા રહે.નિનામા તાલુકોઃ સાયલા (૫) લખુભાઇ રબારી રહે.પોરબંદર (૬) રાહુલભાઇ ૫રમાર રહે.ખેડા (૭) આશીકભાઇ મલેક રહે. કઠલાલ (૮) વિશ્વજીતસિંહ ઝાલા રહે. કઠલાલ (૯) રજબભાઇ બલોચ રહે. રાજસ્થાન (૧૦) શાહમહમંદભાઇ રહે. ઉતર પ્રદેશ (૧૧) પાર્થભાઇ સુથાર રહે. કઠલાલ (૧૨) શૈલેષભાઇ સોલંકી રહે. કઠલાલ (૧૩) રવિભાઇ સિંગાર રહે. મઘ્યપ્રદેશ (૧૪) પ્રકાશભાઇ મુળીયા રહે.મઘ્યપ્રદેશ (૧૫) મુકેશભાઇ ૫રમાર રહે.મઘ્યપ્રદેશ.
ગત રાત્રીનાં ચોટીલા હાઇવે ઉપર પ્રાત અધિકારીએ સઘન ચેકિંગ હાથ ધરતા ગે.કા. લીલા લાકડાની હેરફેર કૌભાંડ ઝડપી પાડેલ તેની તસવીરો.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
