News of Saturday, 20th December 2025
ઘેલા સોમનાથથી સોમનાથ પાટણ ‘‘જન કલ્યાણ શિવ વંદના'' પદયાત્રાનો કુંવરજીભાઈ દ્વારા પ્રારંભ

આટકોટઃ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા શ્રી ઘેલા સોમનાથ મહાદેવને આજે વહેલી સવારે અભિષેક અને પૂજા અર્ચના કરી ‘‘જન કલ્યાણ શિવ વંદના'' પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો જેમાં સાધુ સંતો, જસદણ અને વિછીયા ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ અને આગેવાનો તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.ઉલ્લેખની છે કે આઠ દિવસ સુધી ચાલનારી આ પદયાત્રા ૨૬ તારીખે રાત્રે સોમનાથ પાટણ પહોંચશે અને ૨૭ તારીખે વહેલી સવારે સોમનાથ દાદાને ધજા ચડાવી આ યાત્રાનું સમાપન થશે પદયાત્રાના રૂટ ઉપર આવતા ગામોમાં શિવ ભક્તો દ્વારા ઢોલ નગારા સાથે પદયાત્રાનું સ્વાગત કરી પદયાત્રીઓને ફૂલડે વધાવ્યા હતા આ પદયાત્રા જસદણ પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોએ પણ પદયાત્રાનું સ્વાગત કરી દેશમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરી હતી રાજ્યમાં અને દેશના લોકોની સુખાકારી માટે અને વિશ્વસ્તરે સમગ્ર દેશનો સર્વાંગી વિકાસ થાય એ માટે અને રાજ્ય સરકાર દ્વારા લોકોપયોગી કાર્યો લોકો સુધી પહોંચે એ આશયથી આ પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. (તસવીર અહેવાલ વિજય વસાણી આટકોટ-ગાંધીનગર)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
