<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

મોટી મગધારમાં બ્રહ્મલીન ફકડાબાપુની ૨૯મો પૂણ્‍યતિથી મહોત્‍સવ ઉજવાશે

(મનીષ દવે) ભાવનગર : મહુવા પાસે મોટી મગધારમાં શોભાયમાન  અટલ આશ્રમે બ્રહ્મલીન સંત પૂ. મહાદેવ  ગીરીબાપુ (ફકડાબાપુ)નો ૨૯મો પૂણ્‍યતિથી મહોત્‍સવ તા. ૨૪ના ઉજવાશે.

ઉદાર શીરોમણી મહંત પૂ. બટુક  ગીરીબાપુ (સદ્‌ગુરૂ મહાદેવ ગીરીબાપુ)ના જણાવ્‍યા અનુસાર સાધુનો જન્‍મદિન ઉજવાતો નથી, પરંતુ તેઓનો નીર્વાણતીથી જ ઉજવાય છે. મહોતસવના દીને સવારે ૮ કલાકે પાલખીયાત્રા ત્‍યારબાદ ધર્મસભા મહાઆરતી સામુહીક મહાપ્રસાદ રાત્રે સંતવાણી સહીતના અનેક ધર્મભીના કાર્યક્રર્મોનું આયોજન થયુ છે.

(11:57 AM IST)