News of Saturday, 20th December 2025
ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત જામનગર જીલ્લાના મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના ૨૪ આરોપીઓની ધરપકડ : રૂ.૨,૨૩,૫૮,૨૨૭નું સાયબર ફ્રોડ પકડી કાયદેસરની કાર્યવાહી કરતી જામનગર જીલલા પોલીસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત માનનીય પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર યાદવના વડપણ અને અંગત માર્ગદર્શન તેમજ પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા ઇ.પો.અધિક્ષક પ્રતિભા,ની સૂચના મુજબ સાયબર ક્રાઈમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જેઓના સતત માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ ઝાલા સાહેબ જામનગર શહેર વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે, કાર્યવાહી કરાઈ છે.
ભારત સરકારના 14C (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી પ્રાપ્ત થયેલી મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત માહિતીના આધારે, જામનગર જિલ્લામાં કુલ ૩૬૩ શંકાસ્પદ બેંક ખાતાઓની સઘન તપાસ ફરવામાં આવેલ.
આ તપાસના પરિણામે, જામનગર જિલ્લા પોલીસ દ્વારા ૧૯૩૦ પર ફોન કરી કુલ ૭૬- NCCRP ફરીયાદોના આધારે જામનગર જીલ્લા ખાતે કુલ ૨૪ સાયબર ક્રાઇમના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જે મ્યુલ એકાઉન્ટો માં કુલ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલ રૂ.૨,૨૩,૫૮,૨૨૭/- ની રકમ ના વ્યવ્હારો થયેલા છે ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલા ૫૫, આરોપીઓ પૈકી ૨૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેમની અકાઉન્ટમાં થયેલા કુલ સાયબર ફોડની રકમ રૂ.૨,૨૩,૫૮,૨૨૭/- ના વ્યવ્હારો બાબતે આગળની તપાસ ચાલુ છે. સાથે જ, આ ગુનાઓમાં સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ સઘન રીતે ચાલુ છે.
સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો તેમજ પોતાના બેંક ખાતાઓનો અજાણતા અથવા લાલચમાં આવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા આપેલ વ્યક્તિઓને નોટિસ આપી તપાસમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ગેર કાયદેસરની પ્રવૃતીમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંકલન હેઠળ LCB/SOG તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો સાથે મળી હ્યુમન સોર્સિસથી તથા ટેકનિકલ એનાલીસીસ આધારે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવાની કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવી રહેલ છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
