News of Saturday, 20th December 2025
ખંભાળીયા બાર એસોસીએશનના પ્રમુખપદે સંજયભાઇ જોશી
જોઇન્ટ સેક્રેટરી તરીકે ડી. ડી. લુણા, ખજાનચી ધારાબેન કાનાણી, સહ ખજાનચી સહિત હોદેદારો ચૂંટાયાᅠ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૦ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા બાર એસો. ની મહત્વની ચૂંટણી ગઇકાલે બપોરે યોજાઇ હતી. જેમાં સંજયભાઇ જે. જોશી તથા રામભાઇ જામની ટીમ વિજેતા થઇ હતી.
પ્રમુખપદે માટે ત્રણ ઉમેદવારો હતા. જેમાં સંજયભાઇ જે. જોશી નં. ૧૧૧ મતો, સંજયભાઇ વી. આંબલીયાને ૬૭ તથા મહીલા ઉમેદવાર સંગીતાબેન મોદીને એક મત મળતા પ્રમુખ સંજયભાઇ જોશી, વિજેતા થયા હતાં. ઉપપ્રમુખ પદ માટે પણ ત્રણ ઉમેદવારો વચ્ચે કસોકસ હરીફાઇ થઇ હતી. જોં રામભાઇ જામને ૧૦૬ મત મળતા તેઓ વિજેતા થયેલ. બાકીના બે સ્પર્ધક તરૂણભાઇ વિઠલાણીને ૯૯ તથા દવુભાઇ ચાવડાને ૯ર મતો મળ્યા હતાં.
સેક્રેટરી પદ માટે સંજયભાઇ માતંગને ૯૮ તથા અભિષેક ધ્રુવને ૭૫ મળતા સંજયભાઇ માતંગ વિજેતા થયા હતા. બાર એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી તરીકે ડી.ડી. લુણા તથા ખજાનચી તરીકે ધારાબેન ડી. કાનાણી, સહ ખજાનચી તરીકે જે.આર.કુવા તથા લાયબ્રેરીયન તરીકે એસ.એચ. જાડેજા ચુંટાયા હતા. ચુંટણી અધિકારી તરીકે શ્રી ટી.એમ. સાતા તથા શ્રી આર.એચ. ડાંગરે ફરજ બજાવી હતી.
આ પહેલા પણ સંજયભાઇ જોશી બાર એસો.ના પ્રમુખ રહી ચુકયા છે તથા બ્રહ્મસમાજ પૂર્વ પ્રમુખ તથા એલ.એમ.ડી.ટી. શાળાના પૂર્વ આચાર્યશ્રી જે.કે. જોશીના પુત્ર છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
