<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

વચન પુરૂ, રસ્‍તો શરૂઃ ધ્રોલના ટ્રાફિક પ્રશ્નનું નિવારણ

ધ્રોલ ટ્રાફિક મુક્‍તઃ ‘અકિલા'નો અવાજ અને ભાજપના પ્રયાસો ફળ્‍યા, સુઝાવ રેલવે સ્‍ટેશન-હરીપર રસ્‍તાનું કામ પૂર્ણ! : MKC ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર લિ. અને PWD ની કામગીરીથી ધ્રોલવાસીઓને ટ્રાફિકના જામમાંથી રાહતઃ આગેવાનોના સતત ફોલો-અપથી વિક્રમી સમયમાં રસ્‍તો તૈયાર

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૦: શહેર માટે આજે રાહતના અને આનંદના સમાચાર છે. ત્રિકોણથી લતીપર રોડ પર સર્જાતા અસહ્ય ટ્રાફિક જામની સમસ્‍યા હવે ભૂતકાળ બની જશે. ‘‘અકિલા'' સમાચારપત્ર દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશ અને ભારતીય જનતા પાર્ટીના જાગળત આગેવાનોના સતત પ્રયાસોના પરિણામ સ્‍વરૂપે ધ્રોલના જુના રેલવે સ્‍ટેશનથી હરીપર સુધીના વૈકલ્‍પિક રસ્‍તાનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે.

આ રસ્‍તાનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં ધ્રોલ ડેપ્‍યુટી કલેકટર સતત ફોલો-અપ MKC ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર લિ. અને PWD વિભાગની ભૂમિકા મહત્‍વની રહી છે. કામ શરૂ થયાથી લઈને પૂર્ણ થવા સુધી સ્‍થાનિક ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ પ્રમુખ નવલભાઈ મુંગરા, પૂર્વ પ્રમુખ જોડીયા ભરતભાઈ દલસાણીયા, હિતેશ ચનિયારા, સતત સ્‍થળ મુલાકાત લઈ ‘‘ફોલો-અપ'' કર્યું હતું, જેના કારણે ગુણવત્તાયુક્‍ત કામગીરી સાથે રસ્‍તો ઝડપથી તૈયાર થઈ શકયો છે.

આ નવો માર્ગ શરૂ થવાથી હવે ભારે વાહનો શહેરની બહારથી ડાયવર્ટ થઈ શકશે, જેનાથી ધ્રોલના મુખ્‍ય બજારો અને લતીપર ચોકડી પરનું ભારણ ઘટશે અને નાગરિકોને ટ્રાફિકની હાલાકીમાંથી રાહત મળશે પ્રજાના પ્રશ્ને તંત્ર, મીડિયા અને રાજકીય ઈચ્‍છાશક્‍તિના સમન્‍વયનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

(1:06 PM IST)