<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

જામનગર બાર એસોસીએશનમાં ૧રમી વખત પ્રમુખ તરીકે ચૂંટાતા ભરતભાઇ સુવા

લાઇબ્રેરી સેક્રેટરી જયદેવસિંહ જાડેજા, ઉપ પ્રમુખ રૂચિર રાવલ, સેક્રેટરી મનોજભાઇ ઝવેરી સહિતના ચૂંટાયા

જામનગર, તા., ર૦: જામનગર બાર કાઉન્‍સિલમાં ભરતભાઈ સુવા પ્રેસિડેન્‍ટ તરીકે ચૂંટાઈ આવ્‍યા છીએ જ્‍યારે કારોબારીમાં ત્રણ લેડીસ દિપાલીબેન ગીતાબેન અને માનસીબેન બિન હરિફ ચૂંટાયા છે જ્‍યારે બાકી રહેતા કારોબારીમાં ૧૦ પુરુષોમાંથી સાત પુરુષો કારોબારીમાં ચૂંટાઈ આવ્‍યા છે જ્‍યારે લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જયદેવસિંહ જાડેજા ઉપપ્રમુખ તરીકે રુચિર રાવલ ચૂંટાઈ આવ્‍યા છે.

સેક્રેટરી તરીકે મનોજભાઈ ઝવેરી બિન હરીફ ચૂંટાયા છે જ્‍યારે જોઈ સેક્રેટરી તરીકે દીપકભાઈ બિન હરિફ ચૂંટાયેલા છે ખજાનચી તરીકે ચાદનીબેન પોપટ ચૂંટાઈ આવ્‍યા છે અને મહિલા ઉમેદવાર તરીકે રાધાબેન રાવલ ચૂંટાઈ આવ્‍યા છે આમ ગઈકાલે જામનગર બાર એસોસિએશનની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાયેલ હતી.

ભરતભાઇ સુવા જામનગર બાર એસો.માં ૧ર મી વખત પ્રમુખ તરીકે ચુંટાઇ આવ્‍યા છે.

કુલ મતદાન ૯૮પ સભ્‍યોએ કર્યુ હતું. ચુંટણી કમિશ્નર કિશોરભાઇ ડી. ચૌહાણ, આસી. ચુંટણી કમિશ્નર ભરતભાઇ ડી.ગોસાઇ, મીહીરભાઇ વી.ંનંદાએ સેવા આપી હતી. (તસ્‍વીરઃ અહેવાલઃ મુકુંદ બદીયાણી-જામનગર)

હોદ્દો                 ઉમેદવારનું નામ      મળેલા મતો

              ૧     ભરતસિંહ એચ. જાડેજા ૩૭૬

પ્રમુખ        ર     ભરતભાઇ એસ. સુવા  પ૯૮

ઉપ પ્રમુખ          રૂચીર આર. રાવલ     બીન હરીફ

સેક્રેટરી (મંત્રી)                             મનોજભાઇ એસ. ઝવેરી         બીન હરીફ

જોઇન્‍ટ સેક્રેટરી                             દિપકકુમાર કે. ગચ્‍છર  બીન હરીફ

લાઇબ્રેરી      ૧     જયદેવસિંહ આર. જાડેજા     પ૩૩

સેક્રેટરી       ર     હર્ષભાઇ પી. પારેખ    ૩૬૭

ખજાનચી     ૧     ચંદ્રિકાબેન પી. ધંધુકિયા      ર૭૯

              ર     ચાંદનીબેન ડી. પોપટ ૬૩૧

મહિલા પ્રતિનિધિ   ૧                      હર્ષીદાબેન જે. રાઠોડ    ૧૮૪

              ર     રાધાબેન બી. રાવલીયા       ૩૮પ

              ૩     ભાવનાબેન એચ. સોલંકી     ૩૪૩

કારોબારી સભ્‍યો     ૧                      ગીતાબેન એન. પારેગી બીન હરીફ

              ર     દિપાલીબેન જી. મંગે   બીન હરીફ

              ૩     માનશીબેન વી. જાટીયા      બીન હરીફ

              ૪     દિપક દલસુખભાઇ ભલારા    ૭૦૯

              પ     રાહુલભાઇ વી. ચૌહાણ ૩૬પ

              ૬     મીતુલ ડી. હરવરા     પપ૧

              ૭     રઘુવીરસિંહ કે. કંચવા  પ૪ર

              ૮     પંકજભાઇ એ. લહેરૂ    ૪૭ર

              ૯     વનરાજભાઇ કે. મકવાણા     પ૩૭

              ૧૦    અમીતભાઇ જે. પરમાર       ૪ર૬

              ૧૧    ભાવેશભાઇ બી. સોનગ્રા       ૪૧૩

         ૧ર      જયેશભાઇ એચ. સુરડિયા         પ૦૬

         ૧૩      ખોડિયાભાઇ એસ. વાઘેલા        પ૧૬

 

(1:11 PM IST)