News of Saturday, 20th December 2025
પોરબંદર જિલ્લાના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદીની નકલ આપવામાં આવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૦: ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં જાહેર કરાયેલી ખાસ મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં ગુજરાત રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયો અને ત્યારે પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવા જિલ્લા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર શ્રી ધાનાણીએ રાજકીય પક્ષોને માહિતી આપતાં જણાવ્યું હતું કે ખાસ સઘન સુધારણા ઝુંબેશની પ્રથમ તબક્કાની કામગીરી તા.૧૪/૧૨/૨૦૨૫ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. તેના અનુસંધાને આગામી આજ રોજ પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે
આ પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદીમાં જિલ્લામાં કુલ ૫,૦૧,૭૪૩ મતદારો નોંધાયેલા છે, જેમાંથી ૪,૩૪,૯૨૪ મતદારોના જરૂરી આધાર પુરાવા સાથેના ગણતરી ફોર્મ પરત મળ્યા છે. જોકે, આ પૈકી ૨૦૦૨ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા ૨૮,૧૩૩ મતદારો નોંધાયા છે. આ તમામ મતદારોને બીજા તબક્કાની કામગીરી દરમિયાન મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા તા.૧૯/૧૨/૨૦૨૫થી તા.૧૮/૧/૨૦૨૬ દરમિયાન હક, દાવા અને વાંધા રજૂ કરવાની તક આપવામાં આવશે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, બીજેપી પોરબંદર બીએલએ સુરેશ સિકોતરીયા, કોંગ્રેસ પક્ષમાંથી પોપટભાઈ સાચીયા, આમ આદમી જિલ્લા મહિલા ઉપપ્રમુખ નીતાબેન સાદિયા, આમ આદમી પાર્ટીના સોલંકી સોનલબેન. એન, બહુજન સમાજ વાદી પાર્ટીના દિનેશ બી માંડવીયા, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સંદિપ જાદવ, ચૂંટણી મામલતદાર હર્ષદ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. (
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
