<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

પોરબંદર જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો શરૂ

 

પોરબંદર જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે ડ્રાફ્‌ટ મતદાર યાદી પ્રસિદ્ધિ અંગે મુખ્‍ય જિલ્લા ચૂંટણી અધિકારી એસ. ડી. ધાનાણીના અધ્‍યક્ષ સ્‍થાને પત્રકાર પરિષદઃ બીજા તબક્કામાં તા.૧૯/૧૨/૨૦૨૫થી તા.૧૮/૧/૨૦૨૬ દરમ્‍યાન હક, દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકાશેઃ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થશે મતદાર યાદીની આખરી યાદી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૨૦: ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્‍યોમાં ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્‍યનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે આ ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી અન્‍વયેની પ્રથમ તબક્કાની ડ્રાફ્‌ટ યાદી આગામી તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. હવે બીજા તબક્કાની કામગીરીમાં તા.૧૯/૧૨/૨૦૨૫થી તા.૧૮/૧/૨૦૨૬ દરમ્‍યાન હક, દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકાશે અને ત્‍યારબાદ જરૂરી કાર્યવાહી કરીને તા.૧૭/૨/૨૦૨૬ના મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

આ અંગે પોરબંદર જિલ્લાના મુખ્‍ય જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્‍ટર એસ. ડી. ધાનાણીએ જણાવ્‍યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી અંતર્ગત  ગણતરીનો પ્રથમ તબક્કો  પૂર્ણ થયો છે.

આ પ્રથમ તબક્કામાં પોરબંદર જિલ્લાના કુલ ૫,૦૧,૭૪૩ મતદારો પૈકી ૪,૩૪,૯૨૪ મતદારોના જરૂરી આધાર પુરાવા સાથે મતગણતરી ફોર્મ પરત મળ્‍યા છે. પણ પરત મળેલા.

કુલ ૪૩૪૯૨૪ મતદારો પૈકીના જિલ્લામાં ૨૮૧૩૩ મતદારોના નામ ૨૦૦૨ની મતદાર યાદીમાં મેપિંગ થયેલા નથી. આ ૨૮૧૩૩ મતદારોને તા ૧૯/૧૨/૨૦૨૫થી શરૂ થયેલા ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીના બીજા તબક્કામાં મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે જાણ કરવામાં આવશે.

આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  સંદિપ જાદવ, ચૂંટણી મામલતદાર હર્ષદ પરમાર, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા સહિત જિલ્લાના પત્રકારો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(1:22 PM IST)