<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

પોરબંદર ખાતે મિશન શક્‍તિ યોજના અંતર્ગત ‘બેટી બચાવો બેટી પઢાવો' ઉજવણી કરાઈ

 

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા.ર૦: મિશન શક્‍તિ યોજના હેઠળ ‘બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનની ઉજવણી અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ સરકારી લેડી હોસ્‍પિટલ, પોરબંદર ખાતે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન હોસ્‍પિટલમાં આજુબાજુના ગામો તેમજ નજીકના જિલ્લાઓમાંથી ડિલિવરી માટે આવતી બહેનોમાં આજે જન્‍મેલ કુલ ૧૬ દીકરીઓને ‘બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવી હતી. સાથે સાથે વ્‍હાલી દીકરી યોજના અંગેની વિગતવાર માહિતી આપી, તે માટેના ફોર્મ પણ આપવામાં આવ્‍યા હતા. ઉપરાંત સુકન્‍યા સમળદ્ધિ યોજના વિશે પણ માતાઓને વિસ્‍તળત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે હોસ્‍પિટલના ર્નસિંગ સ્‍ટાફને ‘નમો શ્રી યોજના' અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેથી સગર્ભા બહેનોને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટે યોગ્‍ય માર્ગદર્શન મળી રહે. યોજનાકીય પેમ્‍પ્‍લેટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમમાં સંકલ્‍પ DHEWના કર્મચારી ડો. સંધ્‍યાબેન જોષી તેમજ OSCના કર્મચારી રાજીબેન સોલંકીએ સહભાગી બની દીકરીઓને વધામણાં કીટનું વિતરણ કર્યું હતું. આ પહેલ દ્વારા દીકરીના જન્‍મને ઉજવવાનો તથા દીકરીઓના સશક્‍તિકરણ અંગે સમાજમાં સકારાત્‍મક સંદેશ પહોંચાડવાનો ઉદ્દેશ સિદ્ધ થયો હતો

(1:25 PM IST)