<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

પોરબંદરની ઈશા વાઘેલાની રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ

૬૮મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરની ઈશા પરેશ વાઘેલાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શહેરનું ગૌરવ વધાર્યું

પોરબંદર : ન્યુ દિલ્હી સ્થિત ડો. કરણી સિંગ શૂટિંગ રેન્જ ખાતે તા. ૧૧ થી ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાયેલ ૬૮મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરની ઈશા પરેશ વાઘેલાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શહેરનું ગૌરવ વધાર્યું છે.

   ઈશા વાઘેલાએ જુનિયર વુમન તેમજ સિનિયર વુમન કેટેગરીમાં ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ૬૦૦ માંથી ૫૪૭ સ્કોર મેળવી નેશનલ માટે ક્વોલિફાઈ થવાની સાથે આવનાર ઇન્ડિયન ટીમ ટ્રાયલ માટે પણ ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું છે.
   ઈશાએ નિશાનેબાજીની શરૂઆત પોરબંદર સ્થિત સરદાર પટેલ રમત સંકુલની ઇન્ડોર શૂટિંગ રેન્જમાંથી કરી હતી, જ્યાં તેમણે બેઝિક તેમજ એડવાન્સ ટ્રેનિંગ મેળવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ખેલ મહાકુંભ તેમજ સ્ટેટ એસોસિએશનની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ મેડલો જીત્યા હતા. ઉપરાંત પ્રી-નેશનલ અને નેશનલ લેવલની સ્પર્ધાઓમાં પણ ઈશાએ પોતાની પ્રતિભા દર્શાવી હતી.
  આ સમગ્ર યાત્રા દરમિયાન જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનિષકુમાર જીલડીયા તરફથી મળેલ માર્ગદર્શન અને સહકાર ઈશા માટે પ્રેરણારૂપ સાબિત થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
હાલમાં ઈશા વાઘેલા વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની શૂટિંગ રેન્જમાં નિયમિત પ્રેક્ટિસ કરી રહી છે. નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ઈશાએ પોરબંદરને ગૌરવ અપાવ્યું છે

(12:23 AM IST)