News of Sunday, 21st December 2025
વિસાવદર તાલુકાના ખેડુતોને પાક નુકશાની સહાય ચુકવવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા માર્કેટ યાર્ડનાં ચેરમેન વિનુભાઇ હપાણી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિનુભાઇ હપાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી જણાવેલ છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાને કારણે રાજયના ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ જેમા ગુજરાત સરકાર દ્વારા રાજયના ખેડૂત પ્રત્યે જે સંવેદના દાખવી અને ત્વરીત નિર્ણય કરી રાજયના ખેડુતોને રૂા. દશ હજાર કરોડની આર્થિક સહાય પેકેજ જાહેર કરી સહાય આપવા નિર્ણય કરવામાં આવેલ જે ભારત દેશમાં પ્રથમ દાખલો છે.આ સહાય અનુસંધાને વિસાવદર તાલુકાના ખેડુતને સહાય ખેડુતના ખાતામાં જમા થઈ ગયેલ છે. રાજય સરકાર ધ્વારા ખેડુતોને થયેલ નુકશાનીમાં સહભાગી થવા બદલ રાજય સરકાર- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને વિસાવદર તાલુકાના ખેડુતો વતી ખુબ ખુબ અભિનંદન પાઠવુ છું તેમ હપાણીએ લેખિતમાં જણાવ્યું છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
