News of Monday, 22nd December 2025
ટયુશન જવા માટે ઠપકો આપતાં ૧૩ વર્ષીય સગીરે ફાંસો ખાઈ જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૨: ઘટતી જતી સહનશક્તિના અભાવે પરિવારમાં નાની મોટી વાત હવે કહેવી કે ન કહેવી એ ચિંતાનો વિષય બની રહી છે. કચ્છના મુન્દ્રા તા.ના નાના કપાયા ગામે મોટા ભાઇએ ટ્યુશન જવા બાબતે ઠપકો આપતાં ૧૩ વર્ષીય સગીર નાના ભાઇ આયુષ અનિલ યાદવે ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દઈ દીધો હતો. મૂળ ઉત્તરપ્રદેશનો આ પરિવાર કચ્છમાં આજીવિકા અર્થે રહે છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
