<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

પોરબંદર પોલીસવડા ભગીરથસિંહ જાડેજા દ્વારા અધિકારીઓ-કર્મચારીઓનુ સન્‍માન

ફરજ દરમિયાન જુદા-જુદા કેસ ઉકેલવાની કામગીરીને બિરદાવીને પ્રશંસાપત્ર અર્પણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૨: પોલીસ અધિક્ષકશ્રીની કચેરી કાઈમ કોન્‍ફરન્‍સ હોલ ખાતે જીલ્‍લા પોલીસ વડા શ્રી ભગીરથસિહ જાડેજા સાહેબના અધ્‍યક્ષ સ્‍થાને માહે ૧૧&૨૦૨૫ ના માસની કાઈમ કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવેલ જેમાં પોરબંદર જીલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા આગામી સમયમાં આવનાર ૩૧ ડિસેમ્‍બર તથા મકરસંકાન્‍તના તહેવાર દરમ્‍યાન કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તથા કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થીતી જળવાય તથા શહેર વિસ્‍તારમાં ટ્રાફીકની સમસ્‍યા નિવારવા તેમજ તહેવારો દરમ્‍યાન શરીર સંબંધી તથા મિલ્‍કત સંબંધી ગુનાઓ ન બને તે સારૂ અસરકારક પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા તેમજ હાલમાં બનતા સાયબર ફોડના ગુનાઓમાં ઓપરેશન Mule Hum અન્‍વયે વધુમાં વધુ મ્‍યુલ ખાતાઓ શોધી તેમના વિરુધ્‍ધ અસરકારક કાર્યવાહી કરવા તથા તહેવાર સબબ કોમ્‍બીંગ નાઈટનું આયોજન કરી હોટલ-ધાબા યેક કરવા અંગે તથા ગ્રામીણ વિસ્‍તારમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડવા અંગે તથા HS-VCR ચેક કરવા અંગે તથા અકસ્‍માતનાં બનાવો નિવારવા અંગે તથા યાલુ માસ દરમ્‍યાન નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ તથા અસામાજીક તત્‍વો ની પ્રવૃતીઓ પર વોય રાખી ગેર કાયદેસર બાંધકામો શોધી અસમાજીક તત્‍વોના ગેર કાયદેસર બાંધકામો ડીમોલીશ કરવા અસરકારક કામગીરી કરવા અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.

સદરહું કાઈમ કોન્‍ફરન્‍સમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી કૃતુ સબા સાહેબ પોરબંદર શહેર ડીવીઝન તથા મુખ્‍ય મથક તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુ સાહેબ પોરબંદર ગ્રામ્‍ય ડીવીઝન તથા તમામ થાણા તથા બ્રાન્‍ચના અધિકારીશ્રીઓ હાજર રહેલ.

તેમજ માહે ૧૧/૨૦૨૫ ના માસમાં ગંભીર ગુનાના ઘણા વર્ષથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની તથા એન.ડી.પી.એસ.નો કેસ શોધી કાઢી તથા સાયબર ફોડમાં અરજદારના ગયેલ રૂપીયા પરત અપાવાની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્‍સાહન મળે અને ભવિષ્‍યમાં સારી કામગીરી કરતા રહે તે સારૂ પ્રોત્‍સાહન રૂપે પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્‍યા. 

પ્રસંશાપત્ર એનાયત કરેલ પોલીસ કર્મચારીઓ 

પો.સ્‍ટે/શાખા       હોદો                        પોલીસ અધિકારી/કર્મચારી નામ

સાયબર ક્રાઈમ     પો.ઇન્‍સ.                     એસ.આર.ચૌધરી

                    લોકરક્ષક                    હરેશ વનરાજભાઇ ચાવડા

એલ.સી.બી.        એ.એસ.આઈ.                મુકેશભાઈ કાનાભાઇ માદીયા

                    પો.હેડ.કોન્‍સ.                ઉપેન્‍દ્રસિંહ વાધુભા જાડેજા

એલ.સી.બી.        પો.હેડ.કોન્‍સ.                લખમણભાઈ મેરૂભાઇ ઓડેદસ

                    વુમન પો.કોન્‍સ.              કીર્તિબેન ભરતભાઇ ઓડેદરા

એલ.સી.બી.        એ.એસ.આઇ.                રાજેન્‍દ્રભાઈ ભગવાનજીભાઇ જોષી

                    પો.કોન્‍સ.                    અજયભાઇ લખમણભાઇ ચૌહાણ

એસ.ઓ.જી.        એ.એસ.આઇ.                રવિન્‍દ્રભાઇ શાંતીલાલભાઇ ચાંઉ

પેરોલ ફલો         પો.હેડ.કોન્‍સ                 પીયુષભાઇ રણમલભાઇ સિસોદીયા

કીર્તિમંદિર      એ.એસ.આઈ.   ભરતભાઇ સોમજીભાઇ ચાંડપા

(9:54 AM IST)