News of Monday, 22nd December 2025
ગોંડલઃ સડક પીપળીયામાં હોટેલ પાછળ ઝાડમાં લટકતી યુવાનની લાશ મળી
અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તપાસઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા.૨૨: ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે આવેલી હોટલ પાછળ વાડીમાં ઝાડમાં એક યુવાનની લટકતી કોહવાઇ ગયેલી લાશ મળી આવતાં ચકચાર જાગી છે. પોલીસે આ યુવાન કોણ? ફાંસો શા માટે ખાધો? તેની તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ સડક પીપળીયામાં આવેલી ધ ગ્રાન્ડ માલધારી હોટલ પાછળની વાડીમાં એક યુવાન લટકતી હાલતમાં જોવા મળતાં ગોંડલ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આ યુવાનનો મૃતદેહ કોહવાઇ ગયો હોઇ બે ત્રણ દિવસ પહેલા તેનું મોત થયાની શક્યતા જણાઇ હતી. પોલીસે આશરે ત્રીસ વર્ષના યુવાનના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે. મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.
ગોંડલના ભારતીબેનનું બેભાન હાલતમાં મૃત્યુ
બીજા બનાવમાં ગોંડલમાં વોરા કોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતાં ભારતીબેન આશિષભાઇ પરમાર (ઉ.વ.૪૦) ઘરે બેભાન થઇ જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બિમારી હોવાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગોંડલ બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૫)
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
