News of Monday, 22nd December 2025
ઉપલેટા નજીકથી મળેલા મૃતદેહના વાલીવારસની શોધખોળ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૨૨: ગત તા ૧૯ ડીસેમ્બરના અહીંનાં ખાખીજાળીયા રોડ ઉપર આવેલ વોરા સમાજના કબ્રસ્તાન પાસેનાં વોંકળામાથી આસરે ૩૫ થી ૪૦ વર્ષની ઉમરના અજાણ્યા પુરૂષની ઓળખી ન શકાય તેવી કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. આજદિન સુધી મરણ જનારની ઓળખ મળી નથી. અહીંના પી આઈ બી આર પટેલે એક યાદીમાં જણાવેલ છે કે મરણ જનારે આછા દુધીયા કલરનો સર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલછે અને ગળામાં કોડી અને લાકડાના પારાવાળી માળા પહેરેલછે તેના કોઈ વાલી વારસ મળે તો પોલીસ સ્ટેશનમાં મો.૬૩૫૯૬ ૨૯૩૬૭ અને એ એસ આઈ ચૌહાણના મો.૬૩૫૪૩ ૮૬૪૮૫ ઉપર જાણ કરવા એક યાદીમાં જણાવેલ છે. (તસવીર ભોલુ રાઠોડ, ઉપલેટા)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
