તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 22nd December 2025
ગ્રીન પોરબંદર પ્રોજેકટ હેઠળ વિસાવાડામાં અર્જુનભાઇ મોઢવાડિયાના હસ્તે વૃક્ષારોપણ

પોરબંદર, તા.૨રઃ પર્યાવરણની જાળવણી અને ‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર'ના સંકલ્પને સાકાર કરવાના હેતુ સાથે વિસાવાડા હાઈસ્કૂલ ખાતે ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ દ્વારા વળક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર શહેર માં ૧૦,૦૦૦ જેટલા વળક્ષો રોપણ થઈ ચૂકયા છે અને વધુ રોપણ થવા જઈ રહ્યા છે ત્યારે હવે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વળક્ષ રોપણ કરવાની શરૂઆત વિસાવાડા ખાતે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવી છે. જે અંતર્ગત વિસાવાડા ખાતે આશરે ૩,૦૦૦ જેટલા વળક્ષો વાવવામાં આવશે.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગ્લોબલ ર્વોમિંગને વર્તમાન સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા માનવજાત દ્વારા પર્યાવરણને પહોંચાડવામાં આવેલા નુકસાનના પરિણામે આજે ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે અને કુદરતી આપત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
પર્યાવરણીય સંતુલન જાળવવા માટે મંત્રીશ્રીએ વનીકરણ અને ગ્રીન એનર્જીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું કે આદર્શ સ્થિતિમાં ૩૩ ટકા જંગલ વિસ્તાર હોવો જોઈએ, જેની સામે રાજ્યમાં માત્ર ૧૧ ટકા જ હોવાથી સઘન વળક્ષારોપણ અને વનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પરંપરાગત બળતણને બદલે સોલાર એનર્જી નો ઉપયોગ કરવા અર્જુનભાઇએ અપીલ કરી હતી.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
