<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

પોરબંદરના રાતડીની મુલાકાત લઇને ગ્રામ્‍યજનોના પડતર પ્રશ્નો સાંભળતા અર્જુનભાઇ મોઢવાડીયા

 

પોરબંદર, તા.,૨રઃ  વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ  જિલ્લાના રાતડી ગામની રૂબરૂ મુલાકાત લઈ સ્‍થાનિક ગ્રામજનોના પડતર પ્રશ્નો સાંભળ્‍યા હતા. ખાસ કરીને રાતડી-બરડીયા સીમ વિસ્‍તારમાં થતા પાણીના ભરાવાને કારણે ખેડૂતો અને સ્‍થાનિકોને પડતી હાલાકી અંગે મંત્રીશ્રીએ તાગ મેળવ્‍યો હતો.

 આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી અર્જુનભાઇએ સ્‍થાનિકોની રજૂઆતોને અત્‍યંત સંવેદનશીલતાપૂર્વક સાંભળી હતી. સીમ વિસ્‍તારમાં પાણીના નિકાલની યોગ્‍ય વ્‍યવસ્‍થાના અભાવે ખેતીના પાકને થતા નુકસાન અને અવરજવરમાં પડતી મુશ્‍કેલીઓ અંગે ગ્રામજનોએ મંત્રીશ્રીને વિગતવાર વાકેફ કર્યા હતા. લોકોના પ્રશ્નોના ત્‍વરિત નિરાકરણ માટે મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉપસ્‍થિત સંબંધિત વિભાગના અધિકારીઓને સ્‍થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન  આવડાભાઈ ઓડેદરા, ક્ષાર અંકુશ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર  અજય મકવાણા,મામલતદાર ખીમાભાઈ મારૂ, તાલુકા વિકાસ અધિકારી એમ ગજ,પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ રાણા મોઢવાડીયા, રાતડી ગામના આગેવાન રામભાઈ કેશવાલા,અગ્રણી  રામદેભાઈ મોઢવાડીયા, હાથિયાભાઈ ખુટી,અરશીભાઈ ખુટી , પ્રતાપભાઈ કેશવાલા સહિતનાં ખેડૂતો અને ગ્રામજનો અર્જુનભાઇની મુલાકાતમાં ઉપસ્‍થિત રહ્યાં હતા.

(12:03 PM IST)