<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ટંકારા પાસે ૪ર લાખના વિદેશી દારૂ-બિયરના જથ્‍થા સાથેનો ટ્રક સ્‍ટેટ વિજીલન્‍સે ઝડપી લીધો

૬ર.ર૯ લાખના મુદામાલ સાથે રજા ધરપકડઃ રાજકોટના ર સહિત ૧૧ શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયો

તસ્‍વીરમાં પકડાયેલ બન્ને શખ્‍સો અને દારૂનો જથ્‍થો તથા ટ્રક નજરે પડે છે. (તસ્‍વીર : જયેશ ભટ્ટાસણા ટંકારા)

(જયેશ ભટાસણા  દ્વારા) ટંકારા તા. રર :..   ગુજરાત રાજ્‍યના સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટંકારા પોલીસ સ્‍ટેશનની હદમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હરિયાણાથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવતા વિદેશી દારૂના મોટા જથ્‍થા ભરેલા ટ્રક સાથે કુલ ૧૧ શખ્‍સો સામે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

સ્‍ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ટીંબડીગામ અને બંગાવડી ગામ વચ્‍ચેના રોડ પરથી એક ટ્રક (નંબર એચઆર-૫૫-એએલ-૫૭૭૬) ને આંતર્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્‍ડનો હરિયાણા પાસિંગનો વિદેશી દારૂ અને બીયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂ. ૬૨,૨૯,૪૨૭ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂનો જથ્‍થોઃ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ, જોની વોકર (રેડ લેબલ), રોયલ ચેલેન્‍જ, રોયલ સ્‍ટેગ, ઓલ સીઝન્‍સ જેવી બ્રાન્‍ડની અંદાજે ૩૦૫૯ નંગ બોટલ અને બીયરના ટીન. અંદાજે ૨૦ લાખની કિંમતનો આઈશર ટ્રક. રોકડ રકમ અને મોબાઈલ ફોન ઝડપી પાડયું છે

પોલીસે આ ગુનામાં કુલ ૧૧ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે, જેમાં: ૧. વિજયસિંગ કાલુસિંગ ચૌહાણ (ડ્રાઈવર - રાજસ્‍થાન) ૨. યશપાલસિંગ ઉર્ફે ધનુભા જાડેજા (મોરબી - દારૂ મંગાવનાર) ૩. બ્રિજરાજસિંગ ઉર્ફે ક્રિપાલસિંગ જાડેજા (જામનગર - દારૂ ખરીદનાર) ૪. સંદિપ સાંધવાલ (હરિયાણા - મુખ્‍ય મોકલનાર)  પુનિત વિજ રહે હરીયાણા, સલીમ કાદરી, અયુબ શેખ રહે બન્ને જગલેヘર રાજકોટ, આ ઉપરાંત અન્‍ય સાગરીતો અને પાયલોટીંગ કરનાર ઇસમો સહિતના સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ દારૂનો જથ્‍થો હરિયાણાથી મંગાવવામાં આવ્‍યો હતો અને ગુજરાતમાં તેનું ગેરકાયદેસર વેચાણ કરવાનું કાવતરું હતું. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્‍ટ અને ભારતીય ન્‍યાય સંહિતાની કલમો હેઠળ ટંકારા પોલીસ મથકે ગુનો નોંધી એલ.સી.બી. શાખા મોરબીના પી.આઈ. એમ.પી. પંડ્‍યા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

(12:18 PM IST)