તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Monday, 22nd December 2025
સાવરકુંડલાઃ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના દિવાન બહાદુર ગાંધી કપનું ભવ્ય સમાપન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.રરઃ ૮૫ મા દિવાન બહાદુર ગાંધી કપ ટુર્નામેન્ટ સાર્વજનિક રમતોત્સવ તા. ૨૦, ડિસેમ્બર, ૨૦૨૫ના અંતિમ દિવસે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વિવિધ શાળાઓના વિદ્યાર્થી સ્પર્ધકો વચ્ચે ૧૦૦ મી. દોડ, કબડ્ડી, ખોખો, વોલીબોલ તથા રસ્સાખેંચ વગેરે રમતોની અન્ડર ૧૪, અન્ડર ૧૭ અને અન્ડર ૧૯ એમ ત્રણ વયજુથના કુમાર વિદ્યાર્થીઓ વચ્ચે એટલે કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાની સ્પર્ધાઓ સફળતાપૂર્વક યોજવામાં આવી.
જેમાં સોસાયટીની તમામ શાળાના વિદ્યાર્થીઓએ અદમ્ય ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઉદ્ધાટન સમારંભના મુખ્ય મહેમાન Emprise voyager & philanthropist રાજેનભાઈ શાહ તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની એકેડેમિક કમિટીના અધ્યક્ષ મનીષભાઈ પાનવાલાએ સમાપન ટાણે ખાસ હાજર રહી સ્પર્ધક વિદ્યાર્થીઓને અનેરું પ્રોત્સાહન પૂરું પાડ્યું. સોસાયટીના પ્રતિભાસંપન્ન અધ્યક્ષ આશિષભાઈ વકીલે આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
