<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના જી.આઈ.ડી.સી. વિસ્તાર માંથી વિદેશી દારૂ ના કટીંગ સમયે રેઈડ કરી વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન કુલ નંગ ૬૪૯૨ કી.રૂ. ૬૧,૦૪,૨૮૦/- સાથે કુલ મુદામાલ કી.રૂ. ૯૯,૬૧,૭૯૯/- નો પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય

ધવલ રસીકભાઈ સાવલીયા રહે. હાલ રાજ્કોટ વાળૉ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તાર રબારીકા રોડ પર આવેલ જી.આઈ.ડી.સી. ના પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂનુ કટીગ કરતો હતો ત્યારે પોલીસનો દરોડો

રાજકોટ તા.૨૨: રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરએ ૩૧ ડીસેમ્બર અનુસંધાને દારૂ ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા I/C પોલીસ ઇન્સ્પેકટર શ્રી એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ. શ્રી આર.વી.ભીમાણી તથા શ્રી એચ.સી.ગોહીલ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા તથા હરેશભાઈ પરમાર તથા પો.કોન્સ. મિરલભાઈ ચંદ્રવાડીયા નાઓને હકીકત મળેલ કે ૩૧ ડીસેમ્બર નજીક આવનાર છે જેથી ધવલ રસીકભાઈ સાવલીયા રહે. હાલ રાજ્કોટ વાળૉ હાલમા જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તાર રબારીકા રોડ પર આવેલ જી.આઈ.ડી.સી. ના પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂનુ કટીગ કરે છે જે બાતમી હકિકત આધારે રેઈડ કરતા સદરહુ જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની તથા બીયરની બોટલો તથા ચાર વાહનો તથા સદરહુ વિદેશી દારૂને છુપાવવા માટે ઉપયોગમા લીધેલ કવરીંગ મળી કુલ મુદામાલ કી.રૂ. ૯૯,૬૧,૭૯૯/- નો પકડી પાડવામાં આવેલ.

       આરોપી ધવલ રસીક સાવલીયા રહે. હાલ રાજકોટ, ટ્રક રજી. નંબર RJ 14 GF 0770 નો ચાલક, ટાટા ઈન્ટરા રજી. નં. GJ 03 BY 5024 નો ચાલક,બોલેરો પીકપ રજી. નં. GJ 03 BZ 6972 નો ચાલક,નંબર વગરનુ સ્પ્લેન્ડર મો.સા. નો ચાલકની સામે ગુનો દાખલ થયો છે

      કબ્જે કરેલ મુદામાલ પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન કુલ નંગ- ૬૪૯૨ કિ.રૂા. ૬૧,૦૪,૨૮૦/- ટ્રક રજી. નંબર RJ 14 GF 0770 કી.રૂ ૨૫,૦૦,૦૦૦/-ટાટા ઈન્ટરા રજી. નં. GJ 03 BY 5024 કી.રૂ. ૨,૦૦,૦૦૦/-બોલેરો પીકપ રજી. નં. GJ 03 BZ 6972 કી.રૂ ૫,૦૦,૦૦0/-નંબર વગરનુ સ્પ્લેન્ડર મો.સા. કી.રૂ ૨૦,૦૦૦/-કવરીંગ ના બાચકાઓ કી.રૂ. ૬,૩૭,૫૧૯/-કુલ મુદામાલ કી.રૂા. ૯૯,૬૧,૭૯૯/- જપ્ત કરેલ છે.

 

 આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના વી.વી.ઓડેદરા તથા I/C પોલીસ ઇન એફ.એ.પારગી પો.સબ.ઈન્સ. આર.વી.ભીમાણી તથા પો.સબ.ઇન્સ. શ્રી એચ.સી. ગે એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રીવેદી તથા અનીલભાઇ બડકોદીયા, તથા પો.હેડ કોન્સ. ડાંગર, રાજુભાઈ સોબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, તથા પો.કોન્સ. મીરલભાઈ ચંદ્રપાડાવા, ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ એ કરી છે.

 

(4:34 PM IST)