<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

જામનગર : કાનાલુસ રેલવે ટ્રેક ડબલિંગ કામગીરીના વિરોધામ સ્થાનિકોનો હોબાળો: મહાલક્ષ્મી બંગલો, પ્રણામી ટાઉનશિપ -5 ના સ્થાનિક રહેવાસીઓએ હલ્લાબોલ કર્યો

સ્થાનિક કોર્પોરેટર અને રેલવેના અધિકારીઓ દોડ્યા: મહિલાઓએ જૂનું નાળામાં કવર જવર કરવા માટે કરી માંગ

જામનગર : કાનાલુસ રેલવે ટ્રેક ડબલિંગ કામગીરીના વિરોધામ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો, મહાલક્ષ્મી બંગલો, પ્રણામી ટાઉનશિપ -5 ના સ્થાનિક રહેવાસીઓએ હલ્લાબોલ કર્યો હતો, આ ઘટનાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર અને રેલવેના અધિકારીઓ દોડી આવ્યા હતા મહિલાઓએ જૂનું નાળામાં કવર જવર કરવા માટે કરી માંગ કરી રહ્યા છે 
   અત્રે ઉલ્લેખનીય છે કે  કાનાલુસથી ઓખા જવું સરળ બનાવવા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે. કેન્દ્રએ એક મોટા રેલ પ્રોજેકટને મંજૂરી આપતા ફક્ત નાગરિકોને જ નહીં સૌરાષ્ટ્રને ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ ફાયદો થશે. કાનાલુસથી ઓખા રેલવે સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેક પ્રોજેક્ટને કેન્દ્રએ લીલી ઝંડી આપી દીધી છે. આ ડબલ લાઈન પ્રોજેક્ટ 1457 કરોડના ખર્ચે બનશે.

(7:43 PM IST)