<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ઉના તાલુકામાં લેન્‍ડ ગ્રેબિંગના ૨ ગુન્‍હા

ચાંચકવડ રોડ સાઈડ કલેક્‍ટરની નોટીસ છતાં દબાણ કરેલ જમીન ખાલી કરાતી નહોતીઃ તપોવન રોડ સાઈડ ૧૦ વર્ષથી સરકારી જમીન ઉપર નાળિયેરના ઝાડ વાવીને આર્થિક લાભ લેવાતો હતો

(નવીન જોશી દ્વારા) ઉના,તા.૨૩: તાલુકામાં લેન્‍ડ ગ્રેબિંગના ૨ ગુન્‍હા નોંધાયા છે. ઊના તાલુકા મામલતદાર ધીરજલાલ કરમશીભાઈ ભીમાણી  એ ઊના પોલીસ સ્‍ટેશન મા પોતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે. કે ધર્મેન્‍દ્ર કાલિદાસ સોલંકી અને ભાવેશ કાળી દાસ સોલંકી રે. ઊના વાળા એ ઘણા વરસો થી ઊના થી ચાચક વડ જતા રોડ ઉપર સરકારી જમીન સર્વે નબર ૧૭૪પૈકી ૨ ની હેકટર ૭,૪૯,૨૧ ચો . મી. પૈકી ૯૦૬ચો. મીટર જમીન ઉપર આરોપી ધર્મેન્‍દ્ર, અને ભાવેશે એ જમીન ઉપર દસ વરસ થી પતરા નો સેડ બનાવી બાંધ કામ કરી ગોડાઉન બનાવી તેમાં બટેકા નો જથ્‍થો સંગ્રહ કરી વાણિજય હેતુ સર કોમર્શિયલ ઉપયોગ કરતા હોય આ બાબતે ઊના મામલતદાર કચેરી અને સિટી તલાટી મંત્રી દ્વારા નોટિસ આપી ખાલી કરવા કહેલ પરંતુ જગ્‍યા ખાલી ના કરતા ગીર સોમનાથ જિલ્લા કલેક્‍ટર કચેરી દ્વાર પણ નોટિસ આપવા છતાં કબ્‍જો ખાલી કર્યો નહોતો.

નાયબ કલેક્‍ટર કચેરી એ સુઓ મોટો દાખલ કરી  કાર્ય વાહી કરવા અને બન્ને આરોપીઓ એ ગેર કાયદેસર બિન અધિકળત દબાણ કરી કબજો કરેલ હોય તેની સામે ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમન ૨૦૨૦ ના ભંગ બદલ ફરિયાદ દાખલ કરતા ઊના પોલીસે  લેન્‍ડ ગ્રબિંગ નો ગુનો દાખલ કર્યો હતો અને આ ગુના ની તપાસ ઊના પ્રાંત ના જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરી કરી રહ્યા છે.

બીજા બનાવ માં  મામલતદાર , ધીરજલાલ કરમશીભાઈ ભીમાણી ફરિયાદી બની આરોપી આતુભાઈ પીઠા ભાઈ રે. ચાચકવડ તા. ઊના વાળાએ તપોવન જતા રોડ પાસે વાડી વિસ્‍તારમાં સરકારી સર્વે નંબર ૨૯૬પૈકી ૧ ની આશરે હે. ૧,૨૦, ૦૦ ચોરસ મીટર જમીન આશરે દસ વરસ થી ગેર કાયદેસર બિન અધિકળત વિષય દબાણ કરી કબજો કરી તેમાં નાળિયેર ના ઝાડ વાવી આર્થિક લાભ લેતા હોય આ બાબતે વારંવાર મામલતદાર કચેરી અને જિલ્લા કલેકટર કચેરી થી હુકમ કરવા છતાં કબ્‍જો ખાલી ના કરતા તેમની સામે ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ ના ભંગ બદલ લેન્‍ડ ગ્રબિંગ નો ગુનો દાખલ કરવા ઊના પોલીસ સ્‍ટેશન મા ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ લેન્‍ડ ગ્રબિંગ ની કલમ હેઠળ કેસ દાખલ કરી તપાસ ઊના પ્રાંત ના જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરી કરી રહ્યા છે. લેન્‍ડ ગ્રોબીંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા સરકારી જમીન ઉપર ગેર કાયદેસર કબજો કરતા તત્‍વો માં ફફડાટ ફેલાયો છે.

(1:23 PM IST)