News of Tuesday, 23rd December 2025
ઉપલેટામાં ડે. કલેકટર પંકજસિંહજી જાડેજાની દસમી પૂણ્યતિથિએ યોજાયેલ વ્યાખ્યાનમાળામાં સ્વયંભુ જનમેદની જોડાઈ
પંકજસિંહજી જાડેજાની સેવાને બિરદાવતા આરએસએસના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી

રાજકોટ, તા.૨૩ : ઉપલેટામાં ડે. કલેક્ટર પંકજસિંહજી જાડેજાની દસમી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૧૩/૧૨/૨૫ ના રોજ શહેરની સિવિલ હોસ્પિટલમાં ફૂટ વિતરણ, જરૂરિયાતમંદ પરિવારોને ધાબળા વિતરણ, દિવ્યાંગ બાળકોને ભોજન અને વળદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ભોજન પ્રસાદ કરાવી સર્વ સમાજ દ્વારા અંજલી અપાઈ હતી. આ જ દિવસે સાંજે સરદાર પટેલ ટાઉન હોલમાં યોજાયેલ ‘પંકજસિંહજી સ્મળતિ વ્યાખ્યાન માળા' માં સ્વયંભુ જનમેદની ઉમટી પડતા ટાઉન હોલની જગ્યા ટુંકી પડી હતી. લોકીએ તેમના માનીતા અધિકારી પ્રત્યેનો આદરભાવ પ્રેમ બતાવ્યો હતો.
શહેરમાં સતત ૨૦૦૦ થી ૨૦૦૮ સુધી એમ આઠ વર્ષ સુધી મામલતદાર તરીકેની અવિસ્મરણીય લોકાભિમુખ કામગીરી કરીને લોકોના હૃદયમાં લોકહિતાર્થીની છાપ મુકી ગયેલા પંકજસિંહજી જાડેજાનું ૧૦ વર્ષ પૂર્વે અકસ્માતમાં અકાળે નિધન થયેલું. પંકજસિંહજી જાડેજાની દસમી પૂણ્યતિથિ નિમિત્તે યોજાપેલ વિવિધ સેવાકિય કાર્યક્રમો તેમજ વ્યાખ્યાનમાળામાં ઉપલેટાના ટાઉન હોલમાં સ્વયંભુ પ્રજા ઉમટી પડી અને ભાવાંજલિ આપી તે ઉપરથી તેમના અવસાનના ૧૦ વર્ષ બાદ અને ઉપલેટા છોડ્યાને ૧૮ વર્ષ જેટલા લાંબા સમય બાદ પણ પંકજસિંહજીએ કેટલી હદે માનવતાવાદી અને પરોપકારી સેવા કરી હશે તે ટાઉન હોલમાં જોવા મળ્યું હતું.
ટાઉન હોલમાં ભરચક મેદની વચ્ચે ગરીમાપૂર્વક યોજાયેલ વ્યાખ્યાનમાળામાં મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્રના પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણીએ જણાવેલ કે પંકજસિંહજી જાડેજા આપણા વચ્ચેથી દસ વર્ષ પહેલા વિદાય લીધી પણ તે એવા કાર્યો અને સેવા ઉપલેટા પંથકમાં કરી ગયા કે આજે ઉપસ્થિત લોકોની હાજરી ઉપરથી જોવા મળે છે. એક સારા સમાજનું નિર્માણ એક સારા વ્યક્તિ કરી શકે છે. આપણે ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહ જેવા લોકોને પ્રત્યક્ષ જોયા નથી પણ આજે તેમની કામગીરી અને દેશ માટે આપેલી કુરબાની માટે યાદ કરીએ છીએ. તે જ રીતે અહીં ઉમેટેલી વિશાલ જનમેદનીમાંથી ઘણા લોકો પંકજસિંહને મળ્યા નહિ હોય પણ તેમના કામની સુવાસના લીધે એકઠા થયા છે. આ તકે પારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયાએ પંકજસિંહજીની વહીવટી કુશળતા અને પ્રજાલક્ષી કાર્યોને યાદ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા આ વ્યાખ્યાનમાળામાં સર્વ પ્રથમ ભારતમાતાની સ્મળતિ અને પંકજસિંહજી જાડેજાની તસ્વીર સામે દિપપ્રાગટય કરી શુભ આરંભ કરાવી હતો જ્યારે ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માલદે આહિરે પોતાની સુમધુર વાણીમાં પંકજસિંહજી જાડેજા સાથેના પોતાના સ્મરણો યાદ કર્યા હતા. આ તકે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજીયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, પંકજસિંહજીના પિતા પ્રોફે. ડો. કિશોરસિંહ યુ જાડેજા, પંકજસિંહજી જાડેજા મેમોરીયલ ગ્રુપના ડો. અજપસિંહ જાડેજા, વ્રજભૂમિ આશ્રમ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી સવિતાબેન મણવર સહિત ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રાહક સુરક્ષા મંડળ, ભારત વિકાસ પરિષદ, માનવ સેવા ટ્રસ્ટ, રાધે ગ્રુપ, નગરપાલિકા અનાજ કિરાણા એસો., સસ્તા અનાજ વેપારી મંડળ, જીવાપા સમિતિ, સૌની સદભાવના મંડળ, યમુના મહિલા મંડળ ગ્રુપ મામલતદાર કચેરી, મુરલીધર ગ્રુપ સહિત સેવાકીય સંસ્થાઓ વિવિધ સમાજ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડો. અજયસિંહ જાડેજા દ્વારા અને આભારવિધિ ગુજરાત રાજય આહિર યુવક સંગઠનના નિકુલભાઈ ચંદ્રવાડીયા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ડે. કલેકટર પંકજસિંહજી જાડેજા મેમોરીયલ ગ્રુપ ઉપલેટા સમિતિના ભરતભાઈ રાણપરીયા, જીગ્નેશભાઈ વ્યાસ, હરપાલસિંહ જાડેજા, નિકુલભાઇ ચંદ્રવાડીયા વિગેરે દ્વારા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
સ્વ. પંકજસિંહજી જાડેજા
પૂર્વ ડે. કલેકટર
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
