News of Tuesday, 23rd December 2025
ચોટીલાના અકાળામાં ક્રિષ્નાબેનનો ફાંસો ખાઇ આપઘાતઃ ત્રણ સંતાના મા વિહોણા
મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૩: ચોટીલાના અકાળા ગામે રહેતી ક્રિષ્નાબેન ચતુરભાઇ વાઘરોળીયા (ઉ.વ.૩૫) નામની મહિલાએ ગાળાફંસો ખાઇ લેતાં ખાનગી હોસ્પિટલમાં બાદમાં ચોટીલા હોસ્પિટલમાં ખસેડાયેલ હતી. પરંતુ તેણીનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ થતાં ચોટીલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયા છે. આપઘાત કરનાર ક્રિષ્નાબેનના લગ્ન અઢાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ ખેત મજૂરી કરે છે. સાસરીયા પક્ષના લોકો આપઘાતનું કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. પોલીસ માવતર પક્ષના પણ નિવેદનો નોંધી આગળ કાર્યવાહી કરશે. ત્રણ સંતાન મા વિહોણા થઇ જતાં ગમગીની વ્યાપી ગઇ છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
