News of Tuesday, 23rd December 2025
ગુજરાત-સૌરાષ્ટ્રમાં ૧૦ વર્ષથી ઘરફોડ ચોરી કરતી ટોળકી ઝડપાઇ
રાણાવાવ પાસે ૯ સભ્યોની ટોળકીને એલસીબીએ પકડી લીધાઃ પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, સાબરકાંઠા, સુરત અને આણંદ વિસ્તારમાં ચોરી માટે ધાડ પાડયાનું ખૂલ્યુઃ ગુજસીકોટ હેઠળ ગુન્હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૩: ગુજરાત અને સોૈરાષ્ટ્રમાં ઠેર-ઠેર ધાડ પાડીને ઘરફોડ ચોરીના ગુન્હા આચરતી ૯ સભ્યો સાથેની ટોળકીને એલસીબીએ પકડીને ગુજસીકોટનો ગુન્હો દાખલ કર્યો છે.
રાણાવાવ પંથકમાંથી આ ઘરફોડ ચોરી કરતી ટોળકીને પોલીસે પકડી લીધી હતી. આ ઝડપાયેલ ટોળકીના ૯ સભ્યો ઘાંટવડ (કોડીનાર) હોવાનું ખૂલ્યુ છે.
ઘરફોડ ચોરી આચરતી ટોળકીના મુખ્ય આરોપી હિતેષ દિલીપભા ચોૈહાણની આગેવાની હેઠળ આતીષ ઉર્ફે વિશાલ, જેસીંગ દિલીપભાઇ, રાહુલ બહાદુરભાઇ, કિશન નવલસીંગ, ભગત ભરતભાઇ, દિપક સોનીયાભાઇ, કવલસિંહ ઉર્ફે કડકસિંહ અને અરૂણ ધમાભાઇ રે.તમામ ઘાંટવડ કોડીનારવાળા ગુજરાત સોૈરાષ્ટ્રના ગામોમાં ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ ટોળકીએ ગુજરાતના આણંદ, સુરત, સાબરકાંઠા તેમજ સોૈરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ, જામનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ૧૦ વર્ષોથી ઘરફોડ ચોરી કરતા હતા. ટોળકીના ૯ સભ્યો સામે પોલીસે ગુજસીકોટનો ગુન્હો દાખલ કર્યો છે. આ ટોળકી સામે એલસીબીના ઇન્ચાર્જ ઇન્સ. રમેશભાઇ કરશનભાઇ બાબરિયાએ ફરિયાદી બનીને રાણાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત જી. મહેડુ વધુ તપાસ ચલાવી રહયા છે
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
