News of Tuesday, 23rd December 2025
પોરબંદરમાં શ્યામ લાખાણીએ કેમેરામાં કંડારેલા ફોટો પ્રદર્શનને જોવા કલારસીકો ઉમટી પડયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૩: યુવા તસ્વીરકાર શ્યામ લાખાણીએ કેમેરામાં કંડારેલા ફોટાઓનું યોજયેલ પ્રદર્શનને જોવા મોટી સંખ્યામાં કલા રસીકોએ લાભ લીધો હતો. મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ૩ દિવસ યોજાયેલા આ ફોટો પ્રદર્શનને કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાના હસ્તે ખૂલ્લુ મુકાયું હતું.
જાણીતા ફોટાગ્રાફર હરીશભાઇ લાખાણીના શ્યામભાઇ પુત્ર થાય છે. ફોટો પ્રદર્શનના ઉદઘાટન સમયે જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા, કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી ઉપસ્થિત રહયા હતા. ડો.સુરેશભાઇ ગાંધી અને કરશનભાઇ ઓડેદરા ફોટો પ્રદર્શનના ઉદઘાટનમાં હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન ડો.રાજેશ કોટેચા અને આભાર દર્શન દિનેશ પોરિયાએ કર્યું હતું.
નવરંગ કલા પ્રતિષ્ઠાન અને લલીતકલા એકેડમીના આ ફોટો પ્રદર્શન માટે સહકાર મળ્યો હતો.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
