<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

૩૦૫ કરોડના ફ્રોડ ટ્રાન્‍જેકશનમાં સંડોવાયેલ આરોપી વિરૂધ્‍ધ જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચ એ-ડીવીઝન પોલીસની ફરીયાદ

મ્‍યુલ એકાઉન્‍ટ ડ્રાઇવ અંતર્ગત એનસીસીઆરપી પોર્ટલ ઉપર ૧૯ર ફરીયાદ થઇ'તી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા., ર૩:  રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરા દ્વારા જૂનાગઢ જિલ્લામાં મ્‍યુલ એકાઉન્‍ટની ગેર કાયદેસર પ્રવ્રુતીઓ અટકાવવા ડ્રાઈવ રાખેલ હોય હતી.  પ્રાઈમ ટ્રેડીંગ કંપનીના પ્રોપરાઈટર અલીમહમદ ઉર્ફે આસીફ હબીબભાઈ ઠેબા રહે. સુખનાથ ચોક, જુનાગઢ તથા ઇમ્‍તીયાઝ ઉર્ફે બકરો ઇબ્રાહીમભાઈ હીંગોરજા રહે. સંધીપરા જુનાગઢ વાળાઓ જૂનાગઢ, દોલતપરામાં આવેલ પ્રાઈમ ટ્રેડીંગ કંપનીની ઓફિસ ખાતેથી અલગ-અલગ બેંક એકાઉન્‍ટની ચેક બુકો તથા પાસબુકો સાથે મળી આવેલ તેમજ બંન્નેના મોબાઈલ ફોનમાં ચેક ક૨તા એકાઉન્‍ટ નંબર તથા નાણાકિય વ્‍યવહારોની ચેટો મળી આવેલ તેમજ ઇમ્‍તીયાજના મોબાઈલ ફોનમાંથી શંકાસ્‍પદ કુલ-૫૨ બેંક એકાઉન્‍ટોની વિગત મળી આવતા ચેકબુકો, પાસબુકો તથા બંન્નેના મોબાઈલ ફોન કબ્‍જે કરી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન જાણવા જોગ નં.૨૧/૨૦૨૫ તા.૨૦/૧૨/૨૦૨૫ થી દાખલ ક૨વામાં આવેલ હતી આ જાણવા જોગની તપાસ દરમિયાન શંકાસ્‍પદ જણાઈ આવેલ કુલ - પર એકાઉન્‍ટ NCCRP પોર્ટલમાં તપાસણી ક૨તા કુલ- ૧૯૨ ફરીયાદો દાખલ થયેલ હોય જે NCCRP ફરીયાદો મુજબ કુલ રૂ. ૩,૦૫,૨૭.૫૫,૨૨૪/- નુ સાયબર & ડા ેથયેલ હોવાનું જણાય આવેલ જે આધારે વધુ ઉંડાણપુર્વક તપાસ ક૨તા સદરહું એકાઉન્‍ટ ધારકોના બેંક એકાનઉન્‍ટમાં સાયબર ફોડના રૂપીયા જમા થતા હોવાનું તેમજ જે તે એકાઉન્‍ટના ખાતા ધારકો અથવા મળતીયા માણસો દ્વારા એ.ટી.એમ. અથવા ચેકથી વિડ્રોલ કરી રૂપીયાનુ રોકડમાં રૂપાંતર કરી જે રોકડા રૂપીયા તમામ આરોપીઓએ પોતાનુ કમીશન બાદ કરી બાકીના રૂપીયા આંગડીયા મારફતે રૂપીયાનુ યુ.એસ.ડી.ટી. માં રૂપાંતર દુબઈ ખાતે મોકલી પુર્વ આયોજીત કાવતરૂ કરી આર્થીક ફાયદો મેળવવા સારૂ મોટું આંતરરાષ્‍ટ્રીય રેકેટ રચી તમામ આરોપીઓ તથા જુદા જુદા બેન્‍ક એકાઉન્‍ટના ધારકો પોતે પોતાના એકાઉન્‍ટમાં વારંવાર સાયબર ફોડના રૂપિયા જમા થતા હોવાનુ જાણવા છતા અલગ-અલગ માધ્‍યમથી સાયબર ફોડથી મેળવેલ ઉપરોક્‍ત કુલ-પ૨ એકાઉન્‍ટોમાં સાયબર ફોડના કુલ રૂ. ૯,૪૩,૭૦,૩૩૫ જમા કરાવડાવી જે રૂપીયા એકાઉન્‍ટ ધારક પોતે અથવા તેની સાથે સંડોવાયેલ ઈસમોએ બદદાનતથી મેળવી પોતાના આર્થિક ફાયદા સારૂ વિડ્રો કરી સગેવગે કરી બેન્‍ક એકાઉન્‍ટના ધારકો તથા તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓએ ગુન્‍હો કરેલ હોવાનું ફલીત થયેલ હોય જેથી જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે ગુ.૨.નં.૧૨૪૬/૨૦૨૫ ભારતિય ન્‍યાય સંહિતાની કલમ ૩૧૭(૨), ૩૧૭(૪), ૬૧(૨) તથા આઈ.ટી.એક્‍ટ કલમ ૬૬(ડી) મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર ક૨વામાં આવેલ છે.

 આ કામેની તપાસ હાલ એ ડીવી.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.શ્રી વી.જે. સાવજનાઓ ચલાવી રહેલ છે. પોલીસે અલીમહમદ ઉર્ફે આસીફ હબીબભાઈ ઠેબા રહે.સુખનાથ ચોક, જુનાગઢ઼, ઇમ્‍તીયાઝ ઉર્ફે બકરો ઇબ્રાહીમભાઇ હીંગોરજા રહે. સંધીપરા જુનાગઢ, અજય ઉર્ફે કાનો ઉર્ફે જાડીયો સ/ઓ મનુભા ભીખુભા સોનાગરા રહે.સરગવાડા જુનાગઢ, અંજુમભાઇ સ/ઓ છોટુભાઈ કાળુભાઈ ચૌહાણ રહે. ખ્‍વાજા નગર જુનાગઢ,  સાહીલ ઉર્ફે કારીયો સ/ઓ ગફારભાઈ જુસબભાઇ સમા રહે.ખ્‍વાજા નગર જુનાગઢ, (૧) જયેશ મનસુખભાઈ મકવાણા રહે. ભીયાળ ગામ તા.જી. જુનાગઢ સુખનાથ ચોક (૨) રાહુલ જેઠાભાઈ કેશવાલા રહે. દોલતપરા, જુનાગઢ (૩) ઉમર ઉર્ફે સમીર તૈયબભાઈ સમા  રહે. કેમ્‍બ્રીજ સો.સા. ખમધ્રોલ રોળ, જુનાગઢ (૪) કેતન ભનુભાઇ સોલંકી રહે. સરગવાળા તા.જી.જુનાગઢની ધરપકડ કરી છે.

 અસ્‍લમ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઈ કુરેશી રહે.જુનાગઢ સુખનાથ ચોક, કાજીમ મહમદભાઇ રાજસુમરા રહે. ખ્‍વાજાનગર જુનાગઢ,  અરબાજ ઇકબાલભાઈ કુરેશી રહે.જુનાગઢ દાતાર રોડ, સાંઇ ઉર્ફે મંથન થોરાટ મરાઠી રહે.આસીયાના સોસાયટી જુનાગઢ, કરીમ અહેમદ સીડા રહે.જુનાગઢ, સાહબાજ જાફરભાઇ કુરેશી રહે.જુનાગઢ, મુસો હાસમભાઇ મુસાણી રહે.જેતપુર, રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગર,  ઇરફાન જાદુગર રહે.દુબઈ, સંડોવાયેલ એકાઉન્‍ટ ધારકોની શોધખોળ હાથ ધરી છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. કળણાલ એમ. પટેલ તથા એ ડીવીજન પો.ઇન્‍સ. વી.જે. સાવજ તથા ક્રાઇમ બ્રાન્‍ચના પો.સબ ઇન્‍સ. શ્રી પી.કે.ગઢવી, શ્રી ડી.કે. પટેલ, તથા એ.એસ.આઇ સામતભાઇ બારીયા, વિજયભાઇ બડવા, પો.હેડ કોન્‍સ. શાહીલભાઇ સમા, વનરાજસિંહ ચુડાસમા, નિલેશભાઈ ધાંગડ,જયદિપ કનેરીયા, પો.કોન્‍સ. દિવ્‍યેશ ડાભી, ભરતભાઇ સોલંકી,અરવિંદ સોલંકી તથા એ ડિવિજન પો.સ્‍ટે.ના નાથાભાઈ રામ, વિકાસ ડોડીયા, મોહસીન અબડા નાઓએ સાથે રહી આ કામગીરી કરેલ છે

(1:16 PM IST)