<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

જૂનાગઢના સરદારપરામાં જરૂરીયાતમંદ વિધવા બહેનોના લાભાર્થે તથા સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્‍તાહનો પ્રારંભ

શાસ્‍ત્રી પરેશભાઇ મહેતા સંગીતની સુરાવલી સાથે કરાવશે રસપાનઃ લોકોમાં અનેરો ઉત્‍સાહ

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૩:  જૂનાગઢ સૂર્યમુખી હનુમાનજી મંદિર રેલ્‍વે કોલોની શ્રી બાલકૃષ્‍ણહનુમાનજી મંદિર  શ્રી સરદારેશ્વર હનુમાનજીમંદિર તથા શ્રી શામજી ગ્રૂપ યુવક મંડળ દ્વારા જરૂરીયાતમંદ વિધવા બહેનોના લાર્ભાથે તથા સર્વ પિતૃ ઓના મોક્ષાર્થે સરદારપરા શેરી નં. ૩ ભાગ્‍યોદય એપાર્ટમેન્‍ટવાળી ગલી બજરંગ દાસબાપાની મઢુલી પાસે જૂનાગઢ ખાતે શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.

કથાના પ્રારંભે વાજતે ગાજતે પોથીયાત્રા નિકળી હતી જેમાં ભાવિકો ઉત્‍સાભરે જોડાયા હતા. કથામાં શાસ્‍ત્રી પરેશભાઇ મહેતા પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે દરરોજ સવારે ૯ થી ૧૨અને બપોર. ૩થી૬ કથાનું રસપાન કરાવી રહયા છે. આ કથામાં બુધવારે નૃસિંહ પ્રાગટય ગુરૂવારે વામનજન્‍મ શ્રીરામજન્‍મ કૃક્ષ્ણજન્‍મ ઉજવાશે અને શુક્રવારે ગોર્વધનલીલા અને શનિવારે શ્રી રૂક્ષ્મણીવિવાહ અને રવિવારે સવારે ૧૧ કલાકે પરિક્ષિતમોક્ષ અને ૧૨:૩૦ કલાકે દશાંશયજ્ઞ સાથે કથાની પૂર્ણા હુતી થશે વિશેષ માહિતી માટે હસમુખ ખેરાળા મો.નં. ૯૪૨૮૩ ૭૫૬૬૭ ઉપર સંપર્ક સાધવા અને કથાશ્રવણ કરવા જાહેર નિમંત્રણ આપવમાં આવેલ છે.

(1:24 PM IST)