<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવાર ની ૧૬ વર્ષીય તરુણી નો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૩, મૂળ અમરેલીના વતની અને હાલ જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોક હિંમતભાઈ પરમાર નામના ૪૫ વર્ષના શ્રમિક યુવાન ની ૧૬ વર્ષ ની પુત્રી વૈશાલીબેને પોતાના ઘેર લોખંડના પાઇપ માં સાડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગેની  મૃતકના પિતાએપોલીસ ને જાણ કરાતાં પંચકોષી એ ડિવિઝન ના એ.એસ.આઇ. એસ.જી. જાડેજા બનાવના સ્થળે અને જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તરુણના મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(3:04 PM IST)