<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા હિઝાબ હટાવ્યો હોવાના આક્ષેપને લઈને વિરોધ : નીતિશકુમારના પૂતળા નું દહન કરે તે પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત

જામનગર::જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા એક મહિલા ડોક્ટરની પદવી લેવા ગયેલ ત્યારે તેમનો હિઝાબ હટાવ્યો હોવાના આક્ષેપને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. લાલ બંગલા સર્કલમાં નીતિશકુમારના પૂતળા નું દહન કરે તે પહેલા પોલીસે પૂતળાને જપ્ત કર્યું હતું અને વિરોધ વ્યક્ત કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:34 PM IST)