News of Tuesday, 23rd December 2025
સાવરકુંડલામાં નાગનાથ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: મકાન બળીને ખાખ : એક ગંભીર
રસોઈ દરમિયાન બાટલો ફાટ્યો, ઘર માલિક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા, ઘરમાં આગ લાગવાથી ઘરવખરી બળીને ખાખ,

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલી નગનાથ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જે બાદ ભીષણ આગ લાગી હતી. જેથી આખું મકાન સળગ્યું હતું. રસોઈ બનાવતી વખતે બનેલી આ ઘટનામાં મકાન માલિક ઇન્દ્રકાંતભાઈ જોષી ગંભીર રીતે દાઝી ગયા હતા
સિલિન્ડર ફાટવાના પ્રચંડ અવાજથી સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો મદદ માટે દોડી આવ્યા હતા. વિસ્ફોટ બાદ મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે મકાનમાં ત્રણ લોકો હાજર હતા. જેમાંથી એક વ્યક્તિને ઈજા પહોંચી છે.
નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો સતત મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
