News of Wednesday, 24th December 2025
મીઠાપુરની કુમારમંદિર શાળામા ગણિત ક્વિઝ સ્પર્ધા

મીઠાપુરઃ મીઠાપુરની પ્રતિષ્ઠિત કુમારમંદિર શાળામાં વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યે રસ વધે તથા તર્કશક્તિ અને ઝડપથી વિચારવાની ક્ષમતા વિકસે તે હેતુથી ગત તારીખ ૨૦/૧૨/૨૦૨૫ ના રોજ ગણિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ ટીવી અને PPT દ્વારા ખૂબ જ રસપ્રદ રીતે યોજાઈ હતી. પ્રશ્નો સ્માર્ટ ટીવી પર PPT સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગણિતના મૂળભૂત ખ્યાલો, ગણતરી, લોજિકલ પ્રશ્નો અને મેન્ટલ મથ્સનો સમાવેશ હતો. વિદ્યાર્થીઓને અલગઅલગ હાઉસ મુજબ વહેંચવામાં આવ્યા. દરેક ટીમે ઉત્સાહપૂર્વક પ્રશ્નોના જવાબ આપ્યા. સ્માર્ટ ટીવી પર પ્રશ્નો દર્શાવાતા હોવાથી સ્પર્ધા વધુ સ્પષ્ટ, આકર્ષક અને સમજણસભર બની. આ રીતે સ્માર્ટ ટીવી અને PPT સાથે યોજાયેલ ગણિત ક્વિઝ સ્પર્ધા ખૂબ જ સફળ રહી અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક તથા આનંદદાયક સાબિત થઈ. (તસ્વીર અહેવાલ દિવ્યેશ જટણીયા મીઠાપુર)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
