News of Wednesday, 24th December 2025
જામનગરમાં 31 ડિસેમ્બર પહેલા ટ્રાફિક નિયમોનું કડક પાલન અને કાયદો-વ્યવસ્થા જળવાઈ તે હેતુથી સિટી બી ડિવિઝન દ્વારા વિક્ટોરિયા પુલ નજીક વિશેષ ટ્રાફિક ડ્રાઈવ
બસ એસોસિએશન દ્વારા પેસેન્જરો માટે પીકઅપ પોઈન્ટ આપવામાં આવે તેવી પોલીસ તંત્ર સમક્ષ માગણી કરવામાં આવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : જામનગરમાં 31 ડિસેમ્બર પહેલા જામનગર ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સિટી બી ડિવિઝન દ્વારા વિક્ટોરિયા પુલ નજીક વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.
આ દરમિયાન વાહનો પર ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાવનાર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પીયુસી, વીમા તથા વાહનના જરૂરી કાગળો વગર ફરતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.
તેમજ ખાનગી બસ ચાલકો દ્વારા ખોટી રીતે રસ્તા પર વાહનો ઉભા રાખી ટ્રાફિકમાં અડચણ સર્જાતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી તેમના પર પણ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરમાં શાંતિમય માહોલ જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને નાગરિકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે તે હેતુથી આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું.આ તકે બસ એસોસિએશન દ્વારા પેસેન્જરો માટે પીકઅપ પોઈન્ટ આપવામાં આવે તેવી પોલીસ તંત્ર સમક્ષ માગણી કરવામાં આવી છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
