તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 24th December 2025
પોરબંદર મેમણ જમાતમાં ગેર વહીવટની તપાસ કરીને કડક પગલા લેવા માગણીઃ વકફ બોર્ડમાં ફરિયાદ
વકફ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવા ફરિયાદ સાથે સોગંદનામુ જોડયું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪ :.. સુર્યાવાડ મેમણ જમાતમાં ગેરવહીવટ સામે સુર્યાવાડ મેમણ જમાતના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડમાં ફરીયાદ કરીને આ મેમણ જમાતમાં ગેરવહીવટ અંગે તપાસ કરીને કડક પગલા લેવા માગણી કરી હતી.
સને ૨૦૦૧થી ચુંટણીમા ચુંટાયા વગર ટ્રસ્ટની જાહેર મિલકતોનો કબ્જો કરનાર હિસાબોના આપનાર કહેવાતા બની બેઠેલા પ્રમુખ યુસુફભાઇ અને હબીબભાઇ ચીતલવાલા પાસેથી વકફબોર્ડ દ્વારા સુર્યાવાડ મેમણ જમાતનુ સમગ્ર વહીવટ ગુજરાત રાજ્ય વકફબોર્ડ હસ્તક લઈ વહીવટદાર ની નીમણુંક કરી સંસ્થાની વકફની માલ મીલકતો બેન્ક એકાઉન્ટ રોકડ રકમ સહીત નું કબ્જો વકફબોર્ડ પોતાના હસ્તક લઈ લેવા અને વકફ સંસ્થા ના અઘીનિયમ મુજ્બ કાર્યવાહી કરવા સોગંદનામું વકફ બોર્ડને કરેલી ફરીયાદ સાથે આપવામા આવેલ છે.
સુર્યાવાડ મેમણ જમાત સંસ્થામા ગેર ગેરવહીવટ ચલાવનાર સામે વકફ અઘીનીયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા સુર્યાવાડ મેમણ જમાતના સભ્યો મહમદશફી ગુલામમોહમદ બેરા, મહમદફારૂક નૂરમોહમદ બઘાડ, અફઝલ યુસુફ પટેલ, અકબર હારૂન ગીગાણી, યાસીન જુનૈદ અઘાડી દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડ ના ચેરમેનને રૂબરુ રજુઆત કરી માંગ કરી હતી કે આ સંસ્થા માં ચુંટણી ના યોજાઈ તયા સુધી વકફબોર્ડ દ્વારા યોગ્ય વહીવટદારની નિમણૂક કરી એટલા વર્ષો દરમિયાન સંસ્થામા થયેલ ગેર વહીવટ ની ઝીણવટ ભરી તપાસ થવી જોયે જેથી આ સંસ્થા મા ઘણા વર્ષો થી બની બેઠેલા આગેવાનો ની પણ પુછતાછ થવી જોઈએ જેથી કરવામાં આવેલ ગેર વહીવટ ખુલો પડી શકે અને સખ્તમાં સખત કાર્યવાહી થવી જોયે તેવી માંગ સુર્યાવાડ મેમણ જમાત માં ઊઠી છે.
સુર્યાવાડ મેમણ જમાત સંસ્થા ના વર્ષ ૧૯૯૨ થી અત્યાર સુધી પ્રમુખ તરીકે હાજી અ.સત્તાર અ.હબીબ હામદાણી ની ગુજરાત રાજ્ય વકફબોર્ડની કચેરી માં હાલમાં વહીવટકર્તા ટ્રસ્ટી (પ્રમુખ) અને ૭ સભ્યો ની કમીટી રજીસ્ટર છે. પ્રમુખ મેનેજીંગ બોર્ડ દ્વારા વર્ષ ૧૯૯૨ થી ૨૦૨૫ એટલે કે (૩૩) વર્ષ થી આજ દિવસ સુધી જમાત ની ચુંટણી યોજવામાં આવેલ નથી એટલા વર્ષનો હીસાબ કિતાબ કે ઓડીટ રીપોર્ટ જાહેર કરવામાં આવેલ નથી. તેમ વકફ બોર્ડને ફરીયાદમાં જણાવેલ છે
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
