<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

કચ્‍છની મુસ્‍લિમ શિફા હોસ્‍પિટલમાં ગામ લોકોએ પોતાના પશુઓ વેચીને ૧૧.પ૦ લાખનો ફાળો આપ્‍યો

બન્ની વિસ્‍તારના માલધારી પરિવારોના પ્રેરણાદાયી યોગદાનને બિરદાવતા ટ્રસ્‍ટીઓ

ભુજ, તા. ર૪: મુસ્‍લિમ શિફા મેડીકલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ ભુજ તાલુકાના જુણા ગામ પંચાયત (પછમ વિસ્‍તાર) હસ્‍તક આવતા ગ્રામજનો દ્વારા ટ્રસ્‍ટની ભુજ મધ્‍યે નવા રેલ્‍વે સ્‍ટેશન સામે બની રહેલ હોસ્‍પિટલના નિર્માણ માટે એકત્ર કરેલ ફંડ રૂપિયા ૧૧,૫૦,૦૦૦/- ની રકમ ટ્રસ્‍ટીઓને અર્પણ કરેલ, ત્‍યારે શિફા હોસ્‍પિટલના ખાદીમ આદમભાઈ ચાકીએ પુછતા મોલાના સુલેમાન મોહમ્‍મદી એ જણાવેલ કે એલાન કરેલ કે હોસ્‍પિટલ બની રહેલ છે, તેનું કામ પૂર્ણ થવાના આરે છે અને તે ટૂંક સમયમાં ચાલુ થવાની છે ત્‍યારે હોસ્‍પિટલ બની રહ્યી છે આપણી જવાબદારી છે, ત્‍યારે ગામના લોકો, અલગ અલગ વ્‍યક્‍તિઓ આવી અને પોતાની ૫૦ બકરીઓ આપેલ તેમજ કોઈએ વાછરડા તો કોઈએ ભેસ આપેલ, તેમજ ગામના તમામ લોકો ૨૦૦ થી માંડીને ૨૫૦૦૦ રૂપિયા સુધીનો દાન આપેલ છે. ટ્રસ્‍ટના આવેલ ખાદીમાંએ તેમને કહેલ કે તમારા ૧૧,૫૦,૦૦૦/- ની રકમ અમારા માટે કરોડોની રકમ જેવી છે. જુણા ગામની બાજુમાં આવેલ તુગા ગામના ગ્રામજનોએ ટ્રસ્‍ટીઓને બોલાવી તેમની પાસે એકત્ર થયેલ રકમ રૂપિયા ૨,૦૦,૦૦૦/- થી વધારે રકમ અર્પણ કરેલ, તે વખતે ગામના એક બુજર્ગ સિંધી ભાષામાં જણાવેલ કે ત્રણ વર્ષ અગાઉ જયારે હોસ્‍પિટલ બનાવવાની જાહેરાત થયેલ તે સમયે અમને એમ હતું કે હોસ્‍પિટલ બનશે નહિ કેમકે કરોડોની હોસ્‍પિટલ બની શકે? તે વખતે અમને લાગેલ કે પટેલ તથા અન્‍ય બહાર વસતા મોટા માણસોજ આવી હોસ્‍પિટલો બનાવી શકે આપણી સમાજ આવી હોસ્‍પિટલ બનાવી શકે નહીં. પરંતુ અલ્લાહના કરમ કે આવી હોસ્‍પિટલ બની શકી. ઉક્‍ત બંને જગ્‍યાએ ફંડ લેવા માટે ટ્રસ્‍ટ વતી આદમભાઈ ચાકી, હાજી યુસુફભાઈ ખત્રી, ઈસ્‍માઈલ સોનેજી, હાજી સિધિક ત્રાયા, હાજી રશીદ અબ્‍દુલલતીફ ખત્રી, ઇશાકભાઈ હિંગોરા, મોલાના મુફતી હાજી જમીયાસભાઈ ખત્રી, જત હાજી ઈબ્રાહીમભાઈ તેમજ જુણા ગામના આગેવાનો સમા દાદા મોડ (માજી સરપંચ), સમા મીસરી સિધિક (સરપંચ જુણા), સમા રાહેબ અલુ, સમા સુલેમાન મામદ, સમા ઈબ્રાહીમ વિજાણી, સમા સકુર દિના, સમા પચાણ મલૂક (માજી સરપંચ),સમા હાસમ રાધા, સમા ઓસમાણ ઈશાક (માજી સરપંચ), સમા ઈસ્‍માઈલ જેસા, સમા અલી ઓસમાણ, મીયાઝી સાલે ઓસમાણ, ડાડા સંગ્રામ, હસન હાસમ, ઈસ્‍માઈલ જરાર જોયા, અલાના હાજી હભુ, ઈબ્રાહીમ આમદ હભલા, ગુલ સાધક જુસબ રાણા, જાકબ મામદ રહીમ, જુસબ માણસીંગ, સુલેમાન સાધક, ઈસ્‍માઈલ જીવણ, કાસમ ઈસ્‍માઈલ, અબ્‍દુલ્લા હાસમ, પીર સૈયદ મોલાના નોરુલ્લાહશાહ ભૂખરી, મોલના યુનુસ સાહેબ જામેઈ અમીર ઝીલી જમીયતે એહલે હદીસ કચ્‍છ, મોલાના અબ્‍દુલ મજીદ સાહેબ ફેઝી પોગ્રામ સચાલક, મોલાના અતા નુરી, મોલાના મુસા રહમાની, મોલાના જુનસ રહમાની, મોલાના સુલેમાન મુહમ્‍મદી વિગેર ગ્રામજનો હાજર રહેલ હતા

 

(11:11 AM IST)