News of Wednesday, 24th December 2025
જામકંડોરણા પાસે બસમાંથી સુરતની મહિલાનું ૩.૪૮ લાખના દાગીના સાથેના પર્સની ચોરી
સ્વાતીબેન બાલધા વૈભવનગર ટ્રાવેલ્સની બસમાં આવતા'તાને ગઠીયો કળા કરી ગયો

રાજકોટ, તા., ૨૪ : જામકંડોરણા પાસે ટ્રાવેલ્સની બસમાંથી સુરતની મહિલાનું ૩.૪૮ લાખના દાગીના સાથેનું પર્સ કોઇ અજાણ્યો ગઠીયો ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ સ્વાતીબેન વા./ઓ. દિવ્યેશભાઇ લીલાધરભાઇ બાલધા (ઉ.વ.ર૯) રહે. હાલ સુરત, યોગી ચોક, પુણા ગામ, સાઇ પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦ર, સુરત, મુળ રહે. વૈભવનગર, તા. જામકંડોરણા ન્યુ ધરતી ટ્રાવેલ્સમાં સુરતથી વૈભવનગર ખાતે આવવા નિકળેલ તે દરમ્યાન પોતાના પર્સમાં રાખેલ સોનાના દાગીના જેમાં સોનાનો હાર તથા બુટીનો સેટ વજન પ૮.૬૯૦ ગ્રામ જેની કિં. રૂા.૩,૦૩,૬૮૪ સોનાનું તનમનીયુ આશરે પ ગ્રામ કિ. રૂા. ર૦,૦૦૦ સોનાની વીંટી આશરે ૩ ગ્રામની કિ. રૂા. ૧૦,૦૦૦, ચાંદીના સાંકળા આશરે કિ. રૂા. ૩પ૦૦, છોકરાના ચાંદીના સાંકળા કિ. રૂા. ૧પ૦૦, છોકરાનું ચાંદીનુ પોચીયુ કિ. રૂા.૧૦૦૦, બ્રેસલેટ ચાંદીનું કિ. રૂા. ૮૦૦ તથા ટાઇટનની લેડીઝ ઘડીયા કિ. રૂા. ૮૦૦૦ એમ કુલ મુદામાલ રૂા.૩,૪૮,૪૮૪ વાળો પર્સ થેલામાં રાખેલ હોય જે પર્સ થેલામાંથી રસ્તામાં કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરી લઇ ગયો હતો.
આ અંગે સ્વાતીબેને અજાણ્યા ઇસમ સામે ફરીયાદ કરતા જામકંડોરણા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
