News of Wednesday, 24th December 2025
ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં ગેરકાયદેસર ખનન
હિટાચી અને ડમ્પરો જપ્ત કરીને તંત્ર દ્વારા રૂ. ૯.૨૯ લાખથી વધુનો દંડ વસૂલાયો

વઢવાણ, તા.૨૪: ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મોટા કાંધાસર ગામે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગામના ખાનગી સર્વે નંબર ૧૫૮ અને સરકારી સર્વે નંબર ૩૦૦ વાળી જમીનમાં મંજૂરી વગર મોટા પાયે હાર્ડમોરમ (કોરર્વેશ) નું ગેરકાયદેસર ખોદકામ થતું હોવાનું જણાયું હતું.
સ્થળ પરની તપાસણીમાં, કોઈપણ કાયદેસરના આધાર-પુરાવા વિના ખોદકામ કરી રહેલા એક હિટાચી મશીન અને બે ડમ્પર સહિત કુલ ત્રણ વાહનો તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે વાહન માલિકો વિરુદ્ધ શ્નધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭, હેઠળ ગુનો નોંધી માંડવાળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આ ગેરકાયદે ખનન બદલ ‘માન્યતા એન્ટરપ્રાઈઝ' (મુ. સુખપર, તા. બાબરા) ના પ્રોપરાઈટર સુધીરભાઈ દેવરાજભાઈ કુવાડિયાએ દંડ ભરવા સંમતિ દર્શાવી હતી. એસ.બી.આઈ. સુરેન્દ્રનગર શાખાના ચલણ મારફતે કુલ રૂ. ૯,૨૯,૩૫૧/- (નવ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો એકાવન પૂરા) સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવ્યા હતા. દંડની પૂરેપૂરી રકમ ભરપાઈ થયા બાદ તંત્ર દ્વારા જપ્ત કરાયેલા વાહનોને મુક્ત કરવામાં આવ્યા હતા.
ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે નાયબ કલેક્ટરની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન પ્રવળત્તિઓ પર અંકુશ આવશે તેવી અપેક્ષા છે
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
