News of Wednesday, 24th December 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ધીમો વધારો
નલીયા-અમરેલી ૧ર, જામનગર ૧૪, રાજકોટમાં ૧૪.૧ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા., ર૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ધીમો વધારો થઇ રહયો છે. લઘુતમ તાપમાન ધીમે ધીમે નીચે ઉતરી રહયું છે. આજે નલીયા અને અમરેલીમાં ૧ર, જામનગર ૧૪, રાજકોટમાં ૧૪.૧ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગરનું લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી, મહતમ ર૯ ડીગ્રી, ભેજ ૭૪ ટકા અને પવનની ઝડપ પ.ર કિ.મી. પ્રતિ કલાક રહી હોવાનું બાજરા સંશોધન કેન્દ્ર જામનગર દ્વારા જણાવાયું છે.
ક્યાં કેટલી ઠંડી
શહેર લઘુત્તમ તાપમાન
અમદાવાદ ૧૫.૬ ડિગ્રી
અમરેલી ૧ર.૦ ,,
બરોડા ૧૪.૨ ,,
ભાવનગર ૧પ.૬ ,,
ભુજ ૧૪.૦ ,,
દમણ ૧૫.૦ ,,
ડીસા ૧૬.૦ ,,
દીવ ૧૫.૫ ,,
દ્વારકા ૧૯.૪ ,,
ગાંધીનગર ૧પ.૫ ,,
જામનગર ૧૪.૦ ,,
કંડલા ૧૭.પ ,,
નલિયા ૧૨.૦ ,,
ઓખા ર૧.૩ ,,
પોરબંદર ૧૭.૦ ,,
રાજકોટ ૧૪.૧ ,,
સુરત ૧૯.૦ ,,
વેરાવળ ૧૯.૧ ,,
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
