News of Thursday, 25th December 2025
કચ્છ યુનિવર્સિટીના ત્રણ Ph.D. સ્કોલરને ICSSR રાષ્ટ્રીય ફેલોશિપ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સીઝ દ્વારા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ઈંગ્લિશના ત્રણ વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાની ફેલોશિપ માટે પસંદગી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સીઝ દ્વારા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ઈંગ્લિશના કુલ ત્રણ વિદ્યાર્થીઓ ને તાજેતરમા રાષ્ટ્રીય કક્ષા ની ફેલોશિપ માટે પસંદ કરાયા છે.
વિભાગ અધ્યક્ષ પ્રોફેસર ડો.આર.વી. બસિયાના માર્ગદર્શનમા પીએચ.ડી. અભ્યાસ કરી રહેલ કુ. પ્રિયાંશી ભાવસાર અને વિશાલ મહેશ્વરી તેમજ લાલન કોલેજના ડો.મનોજ છાયાના માર્ગદર્શન મા સુમન મકવાણા આઈ.સી.એસ.એસ.આર.ના હુમન સાયન્સીઝ વિભાગ અંતર્ગત ફેલોશિપ માટે પસંદગી પામેલ છે. કચ્છ યુનિવર્સિટી ના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના અધ્યક્ષ ડો.ગૌરવ ચૌહાણ, કુલસચિવ ડો.અનિલ ગોર અને કુલપતિ ડો.મોહન પટેલ તથા સૌ બોર્ડ અને ઈ.સી. મેમ્બર્સએ ત્રણેય સંશોધકો અને માર્ગદર્શકોને અભિનંદન આપ્યા હતા.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
