<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

જામનગર જિલ્લા પંચાયત સદસ્‍ય લખધીરસિંહ જાડેજાના નાના ભાઈનું હૃદયરોગના હુમલામાં મોત

પાણીની બોટલ લઇને કારમાં બેઠા ત્‍યા છાતીમાં દુઃખાવો ઉપડતા જયપાલસિંહ જાડેજાનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૫: ધ્રોલ તાલુકાના રોજીયા ગામના વતની અને ખારવા જિલ્લા પંચાયતના સદસ્‍ય લખધીરસિંહ જાડેજાના નાના ભાઈ જયપાલસિંહ રતુભા જાડેજા ઉ.મ. આશરે ૪૭, નું હાર્ટ એટેકને કારણે નિધન થતા પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે. મંગળવારે બપોરના સમયે આ કરુણ ઘટના બની હતી.

પ્રાથમિક વિગતો અનુસાર, ખેતીકામ સાથે સંકળાયેલા જયપાલસિંહ જાડેજા બુધાવારે બપોરે પોતાના બે મિત્રો સાથે ફોરવ્‍હીલ કારમાં ગાયો જોવા માટે રોજીયાથી લતીપર ગામે ગયા હતા. લતીપર ચોકડી પાસે આવેલી દુકાનેથી પાણીની બોટલ લઈને તેઓ કારની આગળની સીટ પર બેઠા હતા, ત્‍યારે અચાનક જ તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્‍યો હતો. તબિયત લથડતા મિત્રો દ્વારા તેમને તાત્‍કાલિક લતીપર સી.એસ.સી હોસ્‍પિટલ ખાતે ખસેડાયા હતા, જ્‍યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ધ્રોલ સરકારી હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા. જોકે, હોસ્‍પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા.

આ દુઃખદ ઘટનાની જાણ થતા જ ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા. મળતકના નશ્વર દેહને વતન રોજીયા ગામે લઈ જવામાં આવ્‍યો હતો, જ્‍યાં શોકમગ્ન વાતાવરણમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. પરિવારના યુવાન સભ્‍યના આકસ્‍મિક અવસાનથી જાડેજા પરિવાર અને રોજીયા ગામમાં ઘેરો શોક પ્રસરી ગયો છે

(10:44 AM IST)