હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 25th December 2025
ટંકારા નજીક ટ્રક સાથે અને કાર વચ્ચે જોરદાર ટક્કર કારનો પાછળનો ભાગ ખતમ

ટંકારા : રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારાના ભાગોળે બાર નાલા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોરબીથી ટંકારા તરફ જઈ રહેલી કારને પાછળથી આવતા ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી, જેના કારણે કારનો પાછળનો ભાગ પૂરેપૂરો કુચાઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. અકસ્માતના અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ચાલુ મહિનામાં ટ્રકને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે, જેમાં દસેક વ્યક્તિઓના જીવ જતા રહ્યા છે. આવા વારંવારના અકસ્માતોને પગલે હાઈવે પર વાહનચાલકોમાં સુરક્ષા અંગે ચિંતા વધી છે
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
