News of Thursday, 25th December 2025
સુરેન્દ્રનગર જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઝડપાયેલા સવા કરોડના ઇંગ્લિશ દારૂનો નાશ

વઢવાણ તા. રપઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનમાં એક વર્ષમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં ધાંગધ્રા ડિવિઝનના પાટડી બજાણા દશાળા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં ચાર પોલીસ સ્ટેશનના પીઆઇ ની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લિશ દારૂની ૫૦૭૬ બોટલો તેમજ બિયરના ૨૨૬૪ જેટલા ટીનનો ઉપરાંત બજાણા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂની ૧૦૦૪૯ બોટલો તેમજ બિયરની ૨૨૨૭ જેટલી બોટલોનો આ ઉપરાંત દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા દારૂમાં ઈંગ્લીશ દારૂની ૩,૩૦૫ બોટલો તેમજ બિયરના ૧૧૯૩ નંગ નો અને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક વર્ષમાં ઇંગ્લિશ દારૂની ૭૪ જેટલી બોટલો ઝડપાય છે તેનો નાશ કરવામાં આવ્યો છે..
દારૂના નાસ મુદ્દે ૧.૧૨ કરોડ રૂપિયાનો દારૂનો નાશ કરી નાખવામાં આવ્યો છે ત્યારે ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ દારૂના સમયે હાજર રહ્યા છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
