<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

બોટાદના તુરખા અને દેવળીયાથી ભાગેલા પ્રેમીપંખીડાએ જસદણ પાસે સજોડે ઝેર પીધું

બંને મામા-ફઇના ભાઇ-બહેન લવમેરેજ કરવા માંગતા હતાઃ પરિવારે વિરોધ કરતાં ત્રણ દિવસ પહેલા ભાગી ગયા હતાં: પરિવારજનો લોકેશન શોધતા નજીક આવી જતાં પગલુ ભર્યુઃ બંને સારવારમાં

રાજકોટ તા. ૨૫: બોટાદના તુરખા ગામે રહેતાં યુવાન અને બાજુના દેવળીયા ગામે રહેતી યુવતિ બંને મામા-ફઇના ભાઇ-બહેન થતાં હોઇ બંને વચ્‍ચે દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હોઇ અને લગ્ન કરવા ઇચ્‍છતા હોઇ પરંતુ પરિવારજનોએ બંને ભાઇ-બહેન થતાં હોવાથી લગ્ન સામે વાંધો ઉપડતાં ત્રણ દિવસ પહેલા બંને ભાગી નીકળ્‍યા બાદ ગત રાતે જસદણ નજીક વિંછીયા રોડ પર સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

જાણવા મળ્‍યા મુજબ બોટાદના તુરખા ગામે રહેતો અને નજીકના દેવળીયા ગામે વાડી વાવતો મુળ એમપીનો મનિષ ધનજીભાઇ ભુરીયા (ઉ.વ.૨૫) હાલ દેવળીયા ગામે રહેતી ફઇની દિકરી રીન્‍કુ રાહુલભાઇ વસુનીયા (ઉ.વ.૨૩)ને ત્રણ દિવસ પહેલા ભગાડી ગયો હતો. આ બંનેને પરિવારજનો શોધી રહ્યા હતાં. દરમિયાન ગત રાતે આ બંને જસદણ નજીક હોટલ પાસે હોવાની માહિતી મળતાં પરિવારજનો તેને પગેરૂ દબાવતાં ત્‍યાં જઇ રહ્યા હતાં. આની જાણ બંનેને થઇ જતાં પકડાઇ જશે તો પરત અલગ કરી દેવાશે તેમ લાગતાં બંનેએ સજોડે ઝેરી દવા પી લીધી હતી. બંનેને અન્‍ય હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, ચિત્રકેતુસિંહ ઝાલા, ધર્મેન્‍દ્રભાઇ, રવિભાઇ સહિતે જસદણ પોલીસને જાણ કરી હતી.

મનિષ બે ભાઇ અને બે બહેનમાં બીજો અને અપરિણીત છે. રીન્‍કુ  બે ભાઇ અને ચાર બહેનમાં નાની છે. પરિવારજનોના કહેવા મુજબ બંને વચ્‍ચે દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હતો. પણ મામા-ફઇના ભાઇ-બહેન થતાં હોઇ લગ્નનો વાંધો ઉઠાવતાં ભાગી નીકળ્‍યા બાદ આ પગલુ ભર્યુ હતુેં. 

(11:37 AM IST)