News of Thursday, 25th December 2025
ઉપલેટાના ખાખી જાળીયા સેવંત્રા અને કેરાળા પાસે બનતા પુલનું નિયમન વિરુદ્ધનું નબળું કામ
યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ફાળવવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડાંગરની રજૂઆત

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૨૫: ઉપલેટા તાલુકા કોંગ્રેસના પ્રમુખ લાખાભાઈ ડાંગરે તાલુકાના ખાખી જાળીયા સેવંત્રા વચ્ચે તથા કેરાળા પાસે પુલના કામમાં ગેરરીતી થતી હોય નિયમ મુજબ થતું નથી તેમ જ બાયપાસ નો રસ્તો પણ નિયમ વિરુદ્ધ કરેલ છે તે બાબતે નાયબ કાર્યપાલક જેતપુરને પત્ર લખી જણાવેલ છે કે આ કામ ની તપાસ કરી ત્યાં સુધી કોન્ટ્રાક્ટરનું બિલ પાસ ન કરવું તેમજ ઉપલેટા તાલુકામાં યુરિયા ખાતર ની અછત હોય તે બાબતે કળષિ મંત્રીને પત્ર પાઠવી પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ફાળવવા રજૂઆત કરી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
