News of Thursday, 25th December 2025
ટ્રકની પાછળ ટ્રક અથડાતા રાજુલા પંથકના ચાલકનું મોત : બે લાખનું ડિઝલ ટ્રક ચાલકે રસ્તામાં જ બારોબાર વેચી નાખ્યું : જામનગરમાં કૌટુંબિક ઝઘડો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫ : પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રાગજીભાઈ કાનાભાઈ બાબરીયા, રે. જુની માંડરડી ગામ, તા.રાજુલા, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રાગજીભાઈના મોટાભાઈ નાથાભાઈ કાનાભાઈ બાબરીયા, ઉ.વ.૪૪, ધંધો ડ્રાઈવીંગ, રે. જુની માંડરડી ગામ, એ ટ્રક જી.જે.૩૭-ટીબી-૦૦૭૪ વાળો ટ્રક જેમા સીમેન્ટ ભરેલ હોય તે કોવાયા રાજુલાથી રીલાયન્સ જામનગર જતા હોય ત્યારે ઠેબા ચોકડી પહેલા તેમની આગળ જતા ટ્રક જી.જે.૩૭- ટી-૩૧૧૬ વાળાએ અચાનક બ્રેક મારતા નાથાભાઈ પોતાના ટ્રક પરનો કાબુ રાખી ન શકતા તેમની આગળ જતા ટ્રક સાથે અકસ્માત થયેલ તથા આ અકસ્માતમાં નાથાભાઈન.ે તેમના ટ્રકનું સ્ટેરીંગ વ્હીલ તેમના પેટના ભાગે ગંભીર રીતે લાગતા તેમની જઠારાગ્ની તથા આંતરડામા ગંભીર ઈજાઓ થયેલ તથા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટરે મરણ થયેલાનું જાહેર કરેલ છે.
મેઘપર પોલીસ સ્ટેશનમાં મોહસીનભાઈ રસીદભાઈ બ્લોચ, ઉ.વ.૩૦, રે. કાલાવડ નાકા બહાર, એસ.ટી.ડીવીઝનની સામે, સનમ સોસાયટી, ‘મહંમદી મંઝીલ' એ ફરીયાદ નોંધાવી છે કે, મોટી ખાવડી ગામ, જય કિશન હોટલ ની બાજુમાં કોટક કોર્પોરેશનની ઓફીસ આર.પી.એલ. બીટ ફરીયાદી મોહસીનભાઈ કોટક કોર્પોરેશન નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કલાર્ક તરીકે નોકરી કરતા હોય અને આરોપી ટેન્કર નં.જી.જે.૧૦ ટીવી-૭૩૭૭ માં દેવસીભાઈ માલદેભાઈ કરમટા ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય અને તેને આ આ ટેન્કર માં વહન કરેલ ડીઝલ-ર૪૦૦૦/- લીટરનો જથ્થો સુરત જિલ્લાના માંડવી તાલુકાના તાડકેશ્વર ખાતેના દુર્ગા ઈન્ફ્રા મીનીગ પ્રા.લી. ના પ્લાન્ટમાં ખાલી કરવા સોપેલ હોય જે ટેન્કર માંથી તેણે ડીઝલ લીટર ર૩૦૯/- કિંમત રૂ.ર,૦૮,ર૦ર/- નો જથ્થો રસ્તામાં કોઈપણ જગ્યા એ આ ટેન્કર માંથી કોઈપણ રીતે કાઢી લઈ બારોબાર વેચી નાખી કોટક કોર્પોરેશન કંપની સાથે વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.
અહીં ગુલાબનગરમાં શ્યામ ટાઉનશીપ પ્લોટ નં. ૩૪૧માં રહેતા પૂર્વ મહામંત્રી શહેર ભાજપ સ્વ. મહિપતસિંહ ભીખુભા પરમારના પુત્ર અમરદિપસિંહ મહિપતસિંહ પરમાર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની માતા મનહરબા તથા કાકા અજીતસિંહ વાળા સુભાષ શાક માર્કેટ પાસે ખરીદી કરવા ગયેલ હોય ત્યારે આરોપી જી.જે.૧૦-ટીડબલ્યુ-પ૮૦૯ નો રીક્ષા ચાલક તથા અજાણ્યા ત્રણ ઈસમોએ રીક્ષા પાર્ક કરવા બાબતે ગાળો આપેલ જેથી ફરીયાદી તથા સાહેદ તેના નાનાભાઈ અનિરૂઘ્ધસિંહ આવતા આરોપી એકએ અન્ય આરોપીઓને બોલાવતા ત્રણેય આવી જતા ચારેય જણાઓએ એક સંપ કરી ફરીયાદી તેમજ સાહેદ તેનાભાઈ અનિરૂઘ્ધસિંહને ગાળો આપી ઝપાઝપી કરેલ તેમજ આરોપીઓએ છરી, મુઠ જેવા જીવણેહ હથીયારો વડે હુમલો કરી મારી નાખવાના ઈરાદે છાતીના ભાગે છરીનો એક ઘા મારી ગંભીર ઈજાઓ કરી ગુન્હો કરેલ છે.
બેડી પુલ નીચે ચલણી નોટ વડે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કલ્પેશભાઈ રમેશભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડી પુલ નીચે દિપેશભાઈ વિનોદભાઈ સોમૈયા, દશરથસિંહ જોરૂભા જાડેજા એ ચલણી નોટના નંબર ઉપર એકી-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૧૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
ડેન્ટલ હોસ્પિટલ જવાના રસ્તે ચલણી નોટ વડે જુગાર
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રમજીભાઈ રાઘવજીભાઈ સાંખડ એ ફરીયાદ નોંધાવી છે કે, ડેન્ટલ હોસ્પિટલ જવાના રસ્તે આરોપી ભાવેશ દેવજીભાઈ બાંભણીયા, રાજુભાઈ મથુરભાઈ મકવાણા એ ચલણી નોટના નંબર ઉપર એકી-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
મુરીલા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા : બે ફરાર
લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ કરશનભાઈ બડીયાવદરા એ ફરીયાદ નોંધાવી છે કે, મુરીલામા આવેલ ગૌશાળા વાસ પાસે આરોપીઓ હમીરભાઈ જેતાભાઈ કરંગીયા, લખમણભાઈ પુંજાભાઈ વરૂ, અગરસંગ લાલુભા જાડેજા એ ગંજીપતાના પાના વડે તીનપીત રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ.ર૬૯૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ દેવાભાઈ નાથાભાઈ ઝાપડા તથા એભાભાઈ મેપાભાઈ કરંગીયા ફરાર થઈ ગયેલ છે.
બીયરના ૧પ ટીન ઝડપાયા : આરોપી ફરાર
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કોમલબેન દિલીપભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, ભીમવાસ-૧, વીરડીયા પ્રોવિઝન સ્ટોર્સ પાસે આરોપી મનીષભાઈ ધરમશીભાઈ ગોહીલ એ મકાનમાં રાખેલ બીયરના ટીન નંગ-૧પ કિંમત રૂ.૩૩૦૦/- ના મુદામાલ ઝડપાઈ ગયેલ છે. આરોપી મનીષભાઈ ધરમશીભાઈ ગોહીલ ફરાર થઈ ગયેલ છે.
૭ બોટલ સાથે બે ઝડપાયા
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે, જામજોધપુર ગામે ગીગણી રોડ કળશ સર્કલ પાસે આરોપી સમીર યુનુશભાઈ સોઢા, અસરફ મામદભાઈ બુકેરા ડીલક્ષ મોટરસાયકલ જી.જે.૧૦ ઈએફ-રર૯૧ જેની કિંમત રૂ.પ૦,૦૦૦/માં દારૂની બોટલ નંગ-૭, કિંમત રૂ.૯૧૦૦/- મળી કુલ મુદામાલ રૂ.પ૯૧૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
