તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Thursday, 25th December 2025
મતદારોના હક-દાવા અને વાંધા અરજીઓ અન્વયે તા.૨૭ અને ૨૮ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો પર ‘ખાસ ઝુંબેશ’નું આયોજન
જિલ્લાના તમામ મતદાન મથકો પર BLO હાજર રહી મતદારોની હક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે: લાયકાત ધરાવતા તમામ મતદારોને આ ખાસ ઝુંબેશનો લાભ લઈ પોતાની અરજીઓ અને આધાર પુરાવા રજૂ કરવા જિલ્લા ચૂંટણી તંત્રનો અનુરોધ

જામનગર: ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬’ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી આયોગના તા. ૧૧/૧૨/૨૦૨૫ના પત્રથી જાહેર કરાયેલા સુધારા મુજબ, હવે મતદારો પોતાના હક-દાવા અને વાંધા અરજીઓ આગામી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધી રજૂ કરી શકશે.
આ સમયગાળા દરમિયાન નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરવા માટે ફોર્મ નંબર-૬, નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર-૭ તથા મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા કે સ્થળાંતર માટે ફોર્મ નંબર-૮ ભરી શકશે. આ ઉપરાંત, જે મતદારોએ પોતાના આધાર પુરાવા રજૂ કરવાના બાકી હોય તેઓ પણ આ સુધારણા કાર્યક્રમનો લાભ લઈ શકશે.
નાગરિકોની સરળતા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી તા. ૨૭/૧૨/૨૦૨૫ અને ૨૮/૧૨/૨૦૨૫ના રોજ તમામ મતદાન મથકો પર ‘ખાસ ઝુંબેશ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યા થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી તમામ બુથ લેવલ ઓફિસર પોતાના નિર્ધારિત મતદાન મથક પર હાજર રહેશે. લાયકાત ધરાવતા તમામ નાગરિકો અને મતદારો આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ પોતાની અરજીઓ અને આધાર પુરાવા રજૂ કરે તેવો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
