News of Thursday, 25th December 2025
જૂનાગઢના બગડું ગામે અરેરાટી : માસુમ બાળક પર દીપડાએ કર્યો હુમલો: રહીશોમાં ભારે ફફડાટ
બાળકની ચીસાચીસ સાંભળી આસપાસના લોકો દોડી આવતા દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો

જૂનાગઢના બગડું ગામે એક અરેરાટી ફેલાવતી ઘટના સામે આવી છે, જેમાં એક ખૂંખાર દીપડાએ 9 વર્ષના માસૂમ બાળકને નિશાન બનાવ્યું છે. આ ઘટનાને પગલે ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, બગડું ગામની સીમમાં જ્યારે પરિવાર ખેતરમાં મજૂરી કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક દીપડો ત્રાટક્યો હતો. દીપડાએ ત્યાં હાજર 9 વર્ષના બાળક પર હુમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બાળકની ચીસાચીસ સાંભળી આસપાસના લોકો દોડી આવતા દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
