News of Thursday, 25th December 2025
લીંબડીના રળોલ ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ: ચાર લોકોને ઇજા
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા: પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રળોલ ગામે એક જ સમાજના બે જુથ વચ્ચે થયેલી મારામારીમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનામાં તીક્ષ્ણ હથિયારનો પણ ઉપયોગ થયો હોવાનું સ્થાનિક પોલીસને માહિતી મળી છે
મારામારીમાં મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
