<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ધોરાજીમાં નકલી પાન-મસાલાના કારખાનાનો પર્દાફાશ: 50 હજારથી વધુ મુદ્દામાલ જપ્ત

પાઉચને હીટગનથી ખોલી નકલી માલ ભરતા હતા, મેન્થોલ મિક્સ કરી ફરીથી પેક કરીને વેચતા: 230 નકલી પેકેટ, હલકી ગુણવત્તાની તમ્બાકું જપ્ત કરી, પેકિંગ મશીન, હીટગન, પેકિંગ રોગ જપ્ત કરાયા.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નકલી પાન-મસાલાના કારખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ 50 હજારથી વધુ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

ધોરાજી સિટી પોલીસે નેવી ટાવર વિસ્તારમાં દરોડા પાડીને વિમલ અને બાગબાન જેવી બ્રાન્ડના નામે નકલી પાન મસાલા બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અસલ પાઉચને હીટગનથી ખોલી, તેમાં હલકી ગુણવત્તાની તમાકુ અને મેન્થોલ મિક્સ કરી, ફરીથી મશીન દ્વારા પેક કરી અસલ તરીકે બજારમાં વેચાતો હતો. વિમલ અને બાગબાનના ૨૩૦ નકલી પેકેટ, ૩૦ કિલો હલકી ગુણવત્તાની છૂટક તમાકુ, ઇલેક્ટ્રિક જીપર પેકિંગ મશીન અને હીટગન, નકલી સીરીયલ નંબર ધરાવતા પેકિંગ રોલ અને મેન્થોલ ફ્લેવર સહિત કુલ રૂપિયા ૫૨,૫૯૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધોરાજી પોલીસે વિરુદ્ધ BNSની કલમ ૩૧૮(૪) (છેતરપિંડી) અને કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

 


 

(11:56 PM IST)